________________
૮]
સામાચારી પ્રકરણ લે. ૩ मातृस्थानाद्यपूर्वकत्वस्यैवोक्तहेतुविशेषण वात् , तद्भ्रमप्रमाभ्यां च सामाचार्यनुमितिभ्रमप्रमात्वोपपत्तेः । इत्थमेव च सदालयविहारादिलिङ्गेन सुविहितत्वानुमितिनियुक्तिकृदभिहिता सङ्गच्छत इति दिग् । व्यवहारत:-इच्छाकारादिशब्दप्रयोगो मुणितव्यः= ज्ञातव्यः । न च लक्ष्यलक्षणयोरभेदः, ओघपदच्छेदभिन्नसामाचारी लक्ष्यीकृत्येच्छाकाराद्यन्यतत्वस्य तल्लक्षणविधानात् । अत्र च भावपूर्वको दशविधशब्दप्रयोगः शुद्धव्यवहारनयेनाश्रीयते । अशुद्धव्यवहारनयेन तु वाङ्मात्रमिति विशेषः ॥३॥ उक्ता दशविधा एव प्रकटयतिલિંગી તસ્વરૂપ હોવો જ ફલિત થાય છે, તેથી સામાચારી સાધક અનુમાનનો “સામાચારી વિશિષ્ટ શબ્દપ્રયોગ એ હેતુ બન્યો. “જ્યાં સુધી આત્મપરિણામાત્મક સામાચારી” રૂપ વિશેષણ જણાયું નથી ત્યાં સુધી એ વિશેષણવિશિષ્ટ હેતુ જાણી શકાતો નથી, અને
જ્યાં સુધી એ હેતુ અજ્ઞાત છે ત્યાં સુધી એનાથી સામાચારીનું અનુમાન કરી શકાતું નથી. આમ અ ન્યાશ્રય દોષ સ્પષ્ટ છે.
સમાધાન-માયા વગેરે પૂર્વકને ન હોય એવા જ ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગને અમે લિંગ માન્યો હોવાથી વ્યભિચાર કે અન્યાશ્રય દોષ નથી. અનતિશયિત જ્ઞાનીને અપ્રત્યક્ષ એવી માયાને અભાવ પણ અપ્રત્યક્ષ હોઈ તેનું અનુમાન જ કરવાનું રહે છે. આ અનુમાન જો પ્રમાત્મક થયું હોય તો તે વિશેષણયુક્ત હેતુથી સામાચારીની થએલ અનુમિતિ પ્રમાત્મક જાણવી અને જે તે અભાવની એ અનુમિતિ ભ્રમાત્મક થાય તે તેનાથી થએલ સામાચારીની અનુમિતિ પણ ભ્રમાત્મક જાણવી. નિયુક્તિકારે આલયવિહારાદિની પ્રવૃત્તિ રૂપ લિંગથી સુવિહિતત્વની જે અનુમિતિ કહી છે તે પણ આ રીતે જ સંગત જાણવી. અર્થાત્ અનુમાતાને જ્યારે અધિકૃત વ્યક્તિની આલયવિહારાદિની પ્રવૃતિ નિર્દભ લાગે ત્યારે એનાથી સુવિહિતવનું અનુમાન તે થઈ જ જાય. અધિકૃત જીવ માયાપૂર્વક તે પ્રવૃત્તિ કરતે હોય તે એટલા માત્રથી પણ એ અનુમાન કંઈ અટકી ન જાય. પણ એ વખતે નિભતાની એલ અનુમિતિ ભ્રમાત્મક હોવાથી સુવિહિતત્વની થએલ અનુમિતિ પણ ભ્રમાત્મક જાણવી. એ જ રીતે એની પ્રમાત્મક અનુમિતિ અંગે પણ જાણવું.
વ્યવહારને આશ્રીને વિચારીએ તો દશ પ્રકારને ઈચ્છાકારાદિ શબ્દ પ્રયોગ એ સામાચારી છે. ન શકા-અહી પ્રકરણમહિમાથી દશવિધ ઇચ્છાકારાદિરૂપ સામાચારી પ્રસ્તુત છે એવું તમે કહી ગયા. હવે એ સામાચારીના લક્ષણ તરીકે પણ દશવિધ ઈરછાકારાદિ શબ્દપ્રયોગને જ તમે ઉ૯લેખ કરી છે. તેથી લક્ષ્ય અને લક્ષણનો અભેદ હોવાની આપત્તિ આવે છે.
સમાધાન-આવી આપત્તિ આવતી નથી કેમકે ઓઘ સામાચારી અને પદ છેદ સામાચારીથી ભિન્ન સામાચારીને અહીં લક્ષ્ય તરીકે લઈ ઈચ્છાકારાદિ અન્યતરવને તેના લક્ષણ તરીકે કહ્યું છે. એમાં પણ શુદ્ધ વ્યવહારનય ભાવપૂર્વકના દશવિધશબ્દપ્રાગને જ તેના લક્ષણ તરીકે સ્વીકારે છે, જયારે અશુદ્ધ વ્યવહારનય તેવા શબ્દપ્રયોગ માત્રને તેના લક્ષણ તરીકે સ્વીકારે છે એ જાણવું. મેં કહેલ દશપ્રકારનું જ પ્રરૂપણ કરતાં ગ્રંથકાર કહે છે