________________
૧૮૨
ફૂપદષ્ટાન્તવિશદીકરણ-
ક-૧૩
नाभावकूटसम्बन्धाभ्याम् । समूहालम्बनेच्छायां तु मानाभावो, भावे वाऽऽस्तां निदानत्वाऽनिदानत्वे अव्याप्यवृत्तिजाती, इत्यादि प्रमाणार्णवसंप्लवव्यसनिनां गोचरः पन्थाः ।
तदेवमन्ते स्तवफलप्रार्थनारूप प्रणिधान भिन्न, पूर्व तु क्रियमाणस्तवोपयोगरूप भिन्नमित्यनुपयोगरूपत्वेन द्रव्यस्तवे नाऽवद्याशङ्का विधेयेति स्थितम् ।
॥ इति न्यायविशारदविरचित कूपदृष्टान्तविशदीकरणप्रकरण सम्पूर्णम् ।। આમાં ગ્રન્થકારનો એવું જણાવવાનો આશય લાગે છે કે તીર્થકરપણાની પ્રાર્થના કાળે ઔદયિક કે ક્ષાયિક બેમાંથી કોઈ પણ ભાવના આકર્ષણથી ચિત્ત રંગાએલું ન હોય તે પણ જે સંભવિત વ્યવધાન ન પડે એ રીતે એ જીવ એ પ્રાર્થના પૂર્વે ઔદયિકભાવની પ્રાર્થનાવાળો બન્યો હોય તો એ જીવની એ તીર્થકરવપ્રાર્થના નિયાણું રૂપ બને અને જો એ જીવ વ્યવધાનવિના પૂર્વે ક્ષાયિક ભાવની પ્રાર્થનાવાળો બન્યો હોય તે એ અનુપરક્ત પ્રાર્થના નિયાણ રૂપ બનતી નથી.
પ્રશ્ન- કોઈ જીવને છત્રચામરાદિ ઔદયિક ભાવની અને કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવની એ બંનેની એક સમૂહાલંબનાત્મક ઈરછા (એ બનેને પોતાનો વિષય બનાવનારી એક ઈરછા) થઈ હોય તે એની તીર્થંકરપણાની પ્રાર્થના કેવી કહેવાય ?
ઉત્તર- જીવને આવી વિભિન્નવિષયક એક ઈચ્છા થઈ શકે એ વાતમાં જ કઈ પ્રમાણ ન હોવાથી આગળ વિચારવાનું રહેતું નથી. અથવા માની લઈએ કે એવી ઈચ્છા પણ થાય છે તો નિદાનવ (નિયાણપણું) અને અનિદાનત્વ (અનિયાણાપણું) આ બેને અવ્યાપ્યવૃત્તિ જાતિ સમજવી. આશય એ છે કે સામાન્યથી જાતિઓ વ્યાપ્યવૃત્તિ હોય છે. એટલે કે જાતિમાનમાં સંપૂર્ણ પણે વ્યાપીને રહેવાવાળી હોય છે. ઘટવ જાતિ ઘડાના અમુક ભાગમાં જ રહી હોય અને અન્ય ભાગમાં પટવ વગેરે રૂપ કેઈ અન્ય જાતિ રહી હોય એવું સંભવતું નથી. તેમ છતાં નિદાનત્વ-અનિદાનવ એ બે જાતિને અવ્યાયવૃત્તિ જાણવી. એટલેકે એ બેમાંથી એકેય સમૂહાલંબનાત્મક ઈચ્છા પ્રયુક્ત પ્રાર્થનામાં વ્યાપીને નથી રહી, પણ પ્રાર્થનાના ઔદયિક ભાવાંશમાં નિદાનવજાતિ રહી છે જ્યારે ક્ષાયિકભાવાંશમાં અનિદાનવજાતિ રહી છે એમ માનવું. પ્રમાણસમુદ્રમાં ડૂબકી મારવાના વ્યસની વિદ્વાનેને આ બાબતમાં આવું માનવું લાગે છે.
છેલે નિષ્કર્ષ એ છે કે ચૈત્યવંદનમાં અને કરાતું સ્તવના ફળની પ્રાર્થના રૂપ પ્રણિધાન એ જ છે, અને પૂજા-સ્નાનાદિ પૂર્વકાળે, તે વખતે કરાઈ રહેલા દ્રવ્યસ્તવમાં ઉપયોગ રાખવા રૂપ પ્રણિધાન જુદું છે. તેથી, પ્રણિધાનાદિ ત્યવંદનને અંતે કહ્યા હેવા માત્રથી “પૂર્વકાલે તેને અભાવ હોય છે, અને તેથી પૂજા વગેરે અનુપયોગવાળા હોવાથી એમાં અલ્પપાપબંધરૂપ દોષ લાગે જ છે (જે ચૈત્યવંદનાદિથી દૂર થાય છે” એવી શંકા ન કરવી એ નિશ્ચિત થયું.
આ આખા ગ્રન્થને સાર એ છે કે,
(૧) વિધિને પરિપૂર્ણ પરિપાલનપૂર્વક ભક્તિથી જિનપૂજા કરવામાં આવે તે એમાં દ્રવ્યહિંસા હોવા છતાં અપ પણ પાપબંધ થતું નથી, જ્યારે કર્મનિર્જરા અને પુણ્ય બંધ અઢળક થાય છે.