________________
૧૯૫
પ્રણિધાનાદિનો વિચાર
पदवथउ पुप्फाई, सन्तगुणकित्तणा भावे" इति नियुक्तिवचनाद्रव्येण पुष्पादिना स्तवो द्रव्यस्तव इति व्युत्पत्तेर्जिनपूजाया द्रव्यस्तवत्वमुच्यते । गुणवत्तया ज्ञानजनकः शब्दः (स्तवः) इत्यत्र वर्णध्वनिसाधारण ताल्वोष्ठपुटादिजन्यव्यापारत्वं शब्दत्वमिति जन्यान्तपरिहारेण व्यापारमात्रस्यैव ग्रहणौचित्यात् । आलङ्कारिकमते चेष्टादिव्यापारस्य व्यञ्जकस्य ग्रहणावश्यकत्वेनोक्तपरिहारस्यावश्यकत्वाच्च ।
न तु प्रणिधानादिविरहादेव द्रव्यस्तवत्वं, तथा सति तुच्छत्वेनाऽप्राधान्यरूपद्रव्यपदार्थत्व प्रसङ्गात् । तदुक्त षोडशकेઆશય રહિત હોવાના કારણે દ્રવ્યકિયારૂપ બની જતી એવી પૂજાને “દ્રવ્યસ્તવ' કહી છે.
આવી શંકાનું સમાધાન આપવા ગ્રંથકાર કહે છે –
[પૂજાદિકાલે સામાન્ય પ્રણિધાનાદિ સંભવિત જ છે–સમા..
ગાથાર્થ :- જિનપૂજા પુપાદિ દ્રવ્યોથી થતી હોવાના કારણે દ્રવ્યસ્તવ છે, “પ્રણિધાનાદિન વિરહ હોવાના કારણે એ દ્રવ્યસ્તવ છે” એમ નહિ. અંતે જે પ્રણિધાનાદિ કહ્યા છે તે જુદા છે. પહેલાં પણ સામાન્ય પ્રણિધાનાદિ તે હોય જ છે.
વ્યાખ્યાથ :- “પુ પાદિથી થાય એ દ્રવ્યસ્તવ છે અને વિદ્યમાન ગુણોનું કીર્તન એ ભાવસ્તવ છે” આવા આવશ્યક નિર્યુક્તિના (ભાષ્યના) વચનથી જણાય છે કે પુષ્પાદિદ્રવ્યથી થતું સ્તવ એ દ્રવ્યસ્તવ” આવી વ્યુત્પત્તિના કારણે જિનપૂજાને “દ્રવ્યસ્તવ” કહેવામાં આવે છે, નહિ કે “એમાં પ્રણિધાનાદિન વિરહ જ હોય છે” એવા કારણે.
પ્રશ્ન – જે વ્યક્તિ સ્તુતિ કરવા યોગ્ય છે તેને અંગે “આ ગુણવાન છે” એવું જ્ઞાન-ભાવના પેદા કરાવનાર શબ્દ એ “સ્તવ” છે. જેમકે “પ્રભો ! આપ જ્ઞાની છો” ઇત્યાદિ શબ્દ. સ્તવની આવી વ્યાખ્યા લેકમાં પ્રસિદ્ધ છે. પુપાદિથી થતી પૂજામાં કેઈ “શબ્દ જ ન હોવાથી એ “સ્તવ રૂપ જ નથી, તે એને દ્રવ્યસ્તવ” પણ શી રીતે કહેવાય?
[‘સ્તવની વ્યાખ્યા - ઉત્તર - લેકમાં આ જે વ્યાખ્યા પ્રસિદ્ધ છે એમાં શબ્દ એટલે વર્ણ કે ધ્વનિ બન્ને અંગે સાધારણ એ તાળુ-હોઠ વગેરેથી પેદા થએલો વ્યાપાર એવો અર્થ લેવાનો નથી, કિન્તુ એ અર્થમાં “પેદા થએલો સુધીને જે અંશ છે તે બધે અંશ છોડીને વ્યાપાર માત્રને “શબ્દ” તરીકે લેવો યોગ્ય છે. વળી આ બાબત એગ્ય છે એમાં એક કારણ આ પણ છે કે અલંકારશાસ્ત્રકારોને જે મત છે કે “બે હાથ જોડવા વગેરે ચેષ્ટારૂપ વ્યાપાર પણ “આ ગુણવાનું છે” એવા ભાવને વ્યક્ત કરે જ છે. માટે એ વ્યાપાર પણ સ્તવ(સ્તુતિ) રૂપ છે.” તે મત મુજબ ચેષ્ટાદિવ્યાપારનું પણ સ્તવ તરીકે ગ્રહણ કરવું આવશ્યક છે. આમ સ્તવની વ્યાખ્યામાં “શબ્દ” તરીકે માત્ર “વ્યાપાર” જ લેવાને હાઈ એ વ્યાખ્યા એવી ફલિત થઈ કે “આ વ્યક્તિ ગુણવાનું છે” એવું જ્ઞાન કરાવનાર વ્યાપાર એ સ્તવ. આવી વ્યાખ્યા તે પુષ્પપૂજા વગેરેમાં પણ સંગત થાય જ છે. માટે એને દ્રવ્યસ્તવ કહેવામાં કોઈ વાંધો નથી.
अस्यापूर्वाध:-नाम ठवणा दविए भावे अ थयस्स होइ निक्खेवो । भाष्य-१९१