________________
અશુદ્ધદાન અંગે વિચારણા
૧૫૬
अन्यस्त्वकारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशात् बहुतरा निर्जरा अल्पतर च पापकर्मेति च प्रतिपादितम्, परिणामप्रामाण्यात् । “संथरणमी.” त्यादौ अशुद्धं द्वयोरपि दातृगृहीत्रोरहितायेति च व्यवहारतः संयमविराधकत्वात् दायकस्य लुब्धकदृष्टान्तभावितत्वेनाव्युत्पन्नत्वेन च देवगतौ शुभाल्पाऽऽयुष्कतानिमित्तत्वादिति योजितम् । अयमतिदेशोऽव्युत्त्यु. ()ની પૂકાચાં દાચ રૂતિ Iકો
પ્રશ્ન –ઉક્તઅધિકારમાં વ્યવહારથી પાપકર્મના બંધના હેતુ તરીકે જે જીવઘાત કહ્યો છે તેને પારમાર્થિક રીતે અબાધક કહી અ૫તરપાપબંધની હેતુતાનું વિધિશુદ્ધદાનાદિમાં તમે વારણ કર્યું. પણ સ્વહેતુસામર્થ્ય વગેરેની જે વાત કરી છે એનાથી પણ નિશ્ચિત તે થાય જ છે કે પાપબંધનો પણ હેતુ ત્યાં હાજર હોય જ છે, કેમકે જે પાપબંધનો હેતુ હાજર ન હોય તે નિર્જરાના હેતુનું સામર્થ્ય કેની અપેક્ષાએ વધુ હોવું સંગત બને ? પાપબંધના હેતુમાં નિર્જરાના હેતુની અપેક્ષાએ અ૫ સામર્થ્ય હોવાની વાત પણ શી રીતે સંગત બને ?
ઉત્તર– ગીતાર્થપણું અને સંવિગ્ન પણું એ બને હાજર હોય તેવા અનેષણીય દાનાદિ પ્રસંગમાં વાસ્તવિક રીતે તે પાપબંધને હેતુ હાજર હોતે જ નથી. તેમ છતાં, જીવઘાત જે હાજર હોય છે તે દ્રવ્યથી પા૫હેતુ છે. તેમજ જે જોરદાર શુભભાવ હોય છે તે ભાવથી નિર્જરાહેતુ છે. આમ પાપબંધને હેતુ દ્રવ્યથી હોવાથી અને નિર્જરાને હેતુ ભાવથી હોવાથી સ્વહેતુસામર્થ્યની વાત સંગત થઈ જાય છે. આમ જ્યાં ગીતાર્થપણું વગેરે હાજર હવા રૂપ વિધિ પરિપૂર્ણ હોય છે ત્યાં અમાસુકાદિદ્રવ્યદાનથી અ૯૫પાપ પણ લાગતું નથી એવું સિદ્ધ થયું. આજ પ્રમાણે વિધિશુદ્ધ જિનપૂજામાં જાણવું.
[ અશુદ્ધ દાન અંગે અન્ય આચાર્યને મત ] વળી બીજા આચાર્યો તો એવું પ્રતિપાદન કરે છે કે “પુષ્ટ કારણ ન હોય ત્યારે પણુ ગુણવાનું મહાત્માને અપ્રાસુક અન્ન વગેરે આપવામાં, આપનારને ગુણવાન પ્રત્યેનો ઉછળ બહુમાનભાવ વગેરે રૂપ પરિણામના પ્રભાવે પ્રચુર નિર્જરા થાય છે, અને અલપતર પાપબંધ થાય છે, કેમકે કર્મબંધ-નિર્જરા વગેરે બાબતોમાં સર્વત્ર પરિણામ જ પ્રમાણ હોય છે, એટલે કે એ જ મુખ્ય ભાગ ભજવતું હોય છે. નિશીથભાષ્યની “સંથાળમિ...” ઈત્યાદિ ગાથામાં જે કહ્યું છે કે “કારણ વગર અશુદ્ધદાન આપવામાં આપનાર અને લેનાર બનેને અહિત થાય છે તેની આ અન્ય આચાર્યો આ રીતે સંગતિ કરે છે કે ગુણવાનું પાત્ર તેવી પુષ્ટ કારણ રહિત અવસ્થામાં જાણીને તે અનેષણયનું ગ્રહણ કરે નહિ. શ્રતોપયોગથી ચોકસાઈ કરીને “એષણીય લાગે તો જ એ (અજ્ઞાત) અનેષણીયનું ગ્રહણ કરે. આમાં તેઓના પરિણામ શુદ્ધ હોવાથી તે અષણીયપિંડ નિશ્ચયથી અનેષણીય રહેતો નથી. માટે એ નિશ્ચયથી સંયમને વિરાધક પણ રહેતું નથી. તેમ છતાં વ્યવહારથી એ સંયમ. વિરાધક હોઈ અહિતકર કહેવાય છે. આપનાર વ્યક્તિ લુખ્યક દષ્ટાન્તથી ભાવિત હોઈ અને અવ્યુત્પન્ન હાઈ એને માટે એ દેવગતિના શુભઅલ્પઆયુષ્યનું નિમિત્ત બનતું હોવાથી અહિતકર કહેવાય છે. એટલે કે જે એણે નિરવદ્ય આહારાદિનું દાન કર્યું હોત તો