________________
આરાધક-વિરાધક ચતુર્ભગી-કલેક–૫
શીલાત્મક દેશ છે. તેથી નિવાદિ પિતાના ગરાનુષ્ઠાનથી નવમા ગ્રેવેયકમાં જઈ શકતા હોવા છતાં તહેતુ કે અમૃત અનુષ્ઠાનરૂપ શીલ ન હોવાથી તેમનામાં સર્વવિરાધકતા ઘટી શકે તેમ છે. પા
[ આ જ ગ્રન્થકારે આ ચતુર્ભગીની વિશેષ પ્રરૂપણ સ્વકીય ધમપરીક્ષા નામના ગ્રન્થમાં વિસ્તારથી કરી છે. વિસ્તરાર્થીએ એ ગ્રન્થમાં શ્લોક ૧૮ થી ૩૧ જેવા.]
આમ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય લઘુહરિભદ્રબિરૂદધારી મહામહોપાધ્યાય શ્રીમદ યશવિજય કૃત સટીક આરાધક-વિરાધક ચતુભગી ગ્રન્થ પૂર્ણ થયો અને સાથે સાથે,
સિદ્ધાતમહોદધિ કર્મ સાહિત્યનિષ્ણાત સચારિત્રચૂડામણિ સ્વ. પ. પૂ. આ. ભગ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સ્યાદવાદસિદ્ધાન્તપ્રરૂપક ન્યાય વિશારદ વર્ધમાનતનિધિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મરસિક કર્મ સાહિત્યનિપુણમતિ પ.પૂપં. શ્રી ધર્મજિત વિજય ગણિવરના શિષ્યરત્ન ભગવદ્ભક્તિરસિક વિદ્વદ્વર્ય પ.પૂ.પં. શ્રી જયશેખર વિજય ગણિવરના શિષ્યાણ મુનિ અભયશેખર વિજયે ગુરુકૃપાથી કરેલે તેને ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયે. [સંવત ૨૦૪૨]