________________
૧ર૦ ].
સામાચારી પ્રકરણ-પ્રશસિત સાથે સાથે,
કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. ભગ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ ન્યાયશાસ્ત્રનિપુણુમતિ આ. ભગ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન બંધવિહાણ મહાગ્રન્થ સર્જનના એક આધારસ્તંભ પ. પૂ. પંન્યાસવર શ્રી ધર્મજિત્ વિજયગણિવરના શિષ્યરત્ન ભગવદ્ભક્તિરસિક પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી જયશેખર વિજયગણિવરના શિષ્યાણ મુનિ અભયશેખર વિજયે આ સામાચારી પ્રકરણ ગ્રન્થન કરેલ ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. [વિ. સં. ૨૦૪૨]