________________
૮૮]
સામાચારી પ્રકરણ-નિમત્રણ સામા कथं नाज्ञामात्रात्फलसिद्धिः ? इतरथाऽऽज्ञां विना कृत्यकरणेऽपि फलाभावः फलाऽसिद्धिः । तस्मादवश्यमाज्ञामश्रित्यैव निमन्त्रणा क्रियमाणा श्रेयसीति तत्त्वम् । तदाह-[पंचा-१२/४१]
१ इयरेसिं पक्खित्ते गुरुपुच्छाए णिओगकरण ति । एयमिण परिसुद्धं वेयावच्चं तु अकए वि ॥
इति । स्यादेतत् निमन्त्रणायामेव गुरुपृच्छाया उपयोगित्वात्कथमकृते वैयावृत्त्ये निमन्त्रणां विना गुरुपृच्छामात्रात्साध्यसिद्धिः १ इति चेत् ? सत्यम् , गुरुपृच्छाजनितभावोत्कर्ष प्रयुक्तोत्कर्ष शालिभावनिमन्त्रणायोगादेव तत्र फलसिद्धेः, द्रव्यनिमन्त्रणायां तु पृच्छामात्रादेवोपरमे भावસંયોર વેતિ વીષ્યમ્ II૬૮
॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे निमन्त्रणा विवृता ॥९॥
સમાધાન : નિમત્રણાદિ કરવાની ઈચ્છા ઊભી થયે છતે નિમન્ત્રક ગુરુની આજ્ઞા લેવા જાય. કદાચ ગુરુ એનો નિષેધ કરે અને તેથી એ વૈયાવચ્ચાદિ કરવામાં ન આવે તે પણ કર્મનિર્જરારૂપ ઈષ્ટફળની સિદ્ધિ તો ગુરુને પૂછવા રૂપ આજ્ઞા લેવા માત્રથી જ થઈ જાય છે, કેમ કે આજ્ઞા જ તે ફળ સિદ્ધિનું મુખ્ય કારણ છે. તાત્પર્ય એ છે કે માત્ર વૈયાવચ્ચાદિ અનુષ્ઠાને ઈષ્ટસિદ્ધિ કરનાર નથી કિન્તુ આજ્ઞાપૂર્વકના જ તે તેવા છે. તેથી આગળ બતાવી ગયા તેમ ઈષ્ટફળની સિદ્ધિ માટે આજ્ઞા આવશ્યક હેઈ વૈયાવચ્ચાદિ તે અન્યથા સિદ્ધ જ બની જાય છે. એટલે કે આજ્ઞામાત્ર જ હેતુભૂત છે. માટે તૈયાવગ્રાદિ સંપન્ન ન થવામાં પણ માત્ર આજ્ઞાથી પણ ફળ સિદ્ધિ ન કેમ થાય ? ઈતરથા= આજ્ઞા વિના જ વૈયાવચ્ચાદિ કૃત્ય કરવામાં ફળપ્રાપ્તિ થતી નથી. તેથી અવશ્ય આજ્ઞાને આશ્રીને કરાતી નિમત્રણ જ હિતાવહ છે. માટે તપ, વૈયાવચ્ચ, અધ્યયન-અધ્યાપન વગેરે રૂપ વિહિત અનુષ્ઠાને પણ ગુરુને પૂછીને જ કરવા જોઈએ. કદાચ ગુરુ ના પાડી દે અને તેથી એટલા આત્મહિતના અનુષ્ઠાનથી વંચિત રહેવાનું નુકસાન થાય” એવું વિચારીને પૂછયા વિના જ બારોબાર એ અનુષ્ઠાન કરી લેવાની મૂર્ખાઈ હિતેચ્છુઓએ કરવી નહિ એ રહસ્ય છે. કહ્યું છે કે “બીજાઓને નિમંત્રણ કરવામાં પણ ગુરુપૃછા અવશ્ય કરવી જોઈએ. ગુરુને પૂછવા પૂર્વક કરાયેલ નિમન્ત્રણ જ શુદ્ધ થાય છે. પછી ભલે કદાય ગુરુના નિષેધાદિના કારણે વૈયાવચ્ચ સંપન ન પણ થાય.”
શંકા-ગુરુપૃચ્છા તે નિમન્ત્રણ માટે જ આવશ્યક છે, નિમન્નણજન્ય ફળ પ્રાપ્તિ માટે નહિ. તેથી વિયાવચ્ચ સંપન્ન થઈ ન હોય ત્યારે નિમન્ત્રણ વિના જ ગુરુપૃચ્છામાત્રથી સાધ્યસિદ્ધિ શી રીતે થાય?
સમાધાન : તમારી વાત સાચી છે. પણ ગુરુને પૂછવાથી જે ઊંચે ભાવ પ્રગટે છે તેની પ્રબળતાના કારણે ભાવનિમંત્રણું પણ ઉકર્ષવાળી બને છે. અર્થાત્ નિમત્રણાના ઊંચા ભાવ પ્રગટે છે. તેથી અન્ય સાધુઓને આમંત્રણ આપવા રૂપ દ્રવ્ય નિમન્ત્રણ ગુરુએ કરેલ નિષેધના કારણે સંપન્ન ન થવા છતાં ભાવનિમત્રણથી જ ફળસિદ્ધિ થઈ જાય છે. આમ દ્રવ્યનિમત્રણ શૂન્ય ગુરુપૂછામાત્રથી પણ ભાવનિમત્રણ દ્વારા ફળસિદ્ધિ થાય છે. આમ જેની નિમત્રણે ભાવનિમત્રણું રૂપ છે તેને ગુરુપૃચ્છાથી ભાવવૃદ્ધિ થાય १. इतरेषामाक्षिप्ते गुरुपृच्छाया नियोगकरणमिति । एतदिद परिशुद्ध वैयावृत्त्यं त्वकृतेऽपि ॥