________________
તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરગિરામાં અનેક અજોડ રચનાઓ કરી છે. પજ્ઞવૃત્તિ સહિત ગ્રન્થ રચ્યા છે તે સ્વતન્ત્ર ગ્રન્થ પણ રચ્યા છે. અન્યકર્તક ગ્રન્થ પર વૃત્તિગ્રન્થ પણ રચ્યા છે તે ગુજરાતી ભાષામાં સ્તવન–સજઝાય-ઢાળ-ટબ વગેરે રચીને લોકભોગ્ય સાહિત્યને પણ સમૃદ્ધ બનાવ્યું છે. આચાર્ય શ્રી દેવસૂરિજી મહારાજાની અનુજ્ઞાથી અને શ્રીસંધની આગ્રહભરી વિનંતિથી તેઓ શ્રીમદ્ ૧૭૧૮ માં ઉપાધ્યાય પદથી અલંકૃત બન્યા હતા. ૧૭૪૩ નું ચાતુર્માસ હઈ નગરીમાં કરી પછી ત્યાં જ અનશન કરીને પંડિત મરણને તેઓશ્રીએ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓશ્રીનું સમાધિમંદિર તેઓશ્રીની યશગાથા ગાઈ રહ્યું છે. (ત્રણ સ્વીકાર)
સિદ્ધાંતમહેદધિ કર્મસાહિત્યનિષ્ણાત નૈષ્ઠિક બ્રહ્મચારી સુવિશાળગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજા. વર્ધમાનતનિધિ ન્યાયવિશારદે સ્યાદવાદસિદ્ધાંતસંરક્ષક આચાર્યદેવેશ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. બંધવિધાન મહાગ્રન્થના એક મુખ્ય આધાર ભ અધ્યાત્મરસિક પંન્યાસપ્રવર શ્રી ધર્મજિત વિજયગણિવર. મૂપિયડિ રસબંધે ગ્રન્થના વૃત્તિકાર વિઠઠર્ય પંન્યાસપ્રવર શ્રી જયશેખર વિજય ગણિવર.
પ્રસ્તુત ત્રણેય ગ્રન્થના ભાવાનુવાદ પેનમાંથી ઉતરતી સહીથી નથી લખાયા, પણ જાણે કે આ બધા પરમ ઉપકારી પૂજ્યપાદ ગુરુભગવંતોની અમીદષ્ટિમાંથી ઉતરતી કૃપાથી લખાયા છે. સિદ્ધાંતદિવાકર અજોડ વિદ્વાન પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાઓ ચિરસ્મરણીય છે. ન્યાયશાસ્ત્રનિપુણુમતિ વિદ્વદર્ય પ. પૂ. જયસુંદર વિ. મ. સાહેબે આ સંપૂર્ણ ભાવાનુવાદનું સંશોધન કરી આપી એની ઉપાદેયતામાં વધારે કર્યો છે. સહવત્તી તમામ મુનિભગવતાને આ ભાવાનુવાદના લેખનાદિમાં સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે જે અવિસ્મરણીય છે.'
મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાના વચને મહાથ અને ગંભીર રહસ્યવાળા છે. તેના મેં સ્વક્ષયોપશમાનુસાર ભાવાનુવાદ કર્યો છે. સંભવ છે કે એમાં ક્યાંક મેં ઉપાધ્યાયજી મહારાજના અભિપ્રાયને બરાબર સ્પષ્ટ ન કર્યો હોય, અથવા કયાંક તેઓશ્રીના અભિપ્રાયને અન્યાય કરી વિપરીત અભિપ્રાય જ લખી નાંખ્યો હોય. તેઓ શ્રીમદના આશયવિરૂદ્ધ કે પરમ પવિત્ર ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞાની વિરુદ્ધ આમાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ હુ ત્રિવિધ ત્રિવિધે મિચ્છામી દુકકામ દઉં છું. તેમજ સંવિગ્ન ગીતાર્થ બહુશ્રુતને તેનું સંમાર્જન કરવા નમ્ર વિનંતિ કરું છું.
શુદ્ધિપત્રક અને તેની નીચે આપેલી નેંધ વાંચી લેવા ખાસ ભલામણ કરું છું.
શ્રી અંધેરી ગુજરાતી જેન સંઘ, ઈર્લા બીજ (મુંબઈ)એ પોતાને ત્યાં થયેલ જ્ઞાનખાતાની ઉપજને આ ના પ્રકાશનાદિમાં સદ્વ્યય કરેલ છે તે અનુમોદનીય છે અને બીજા ટ્રસ્ટને પણ પ્રાચીનગ્રન્થ વગેરેના પ્રકાશનાદિમાં સદ્વ્યય કરવાની પ્રેરણારૂપ છે..
આ ગ્રન્થના ભાવાનુવાદ-સંપાદન વગેરે કરવાથી જે પુણ્યપ્રાક્ષારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્ય જિનક્તિ સાધુ સામાચારીનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી તેનું પરિપૂર્ણ પાલન કરનારા સર્વ આરાધક બને એજ શુભેચ્છા.
ગુરુપાદપણું. મુનિ અભયશેખરવિજય