________________
૧૨૪. સાતનય नेगम १ संगह २ ववहार ३ रिज्जुसुए ४ चेव होइ बोद्धव्वे । सद्दे ५ य समभिरूढे ६ एवंभूए ७ य मूलनया ॥८४७॥
(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ગજજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરુઢ અને (૭) એવભૂત-આ સાત મૂલન જાણવા.
અનેક ધર્માત્મક પદાર્થના કેઈ પણ એક નિત્ય વગેરે ધર્મને અનવધારણા એટલે “જ” કાર વગર પ્રતિપાદન કરવાપૂર્વક પિતાની બુદ્ધિમાં જે અભિપ્રાય વિશેષ ઉતારાય તે જ્ઞાતાને અભિપ્રાય વિશેષ તે નય. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
જે નય બીજા નાની અપેક્ષાપૂર્વક સ્યાદ્વાદ સહિત પદાર્થના સ્વરૂપને સ્વીકારે, તે વાસ્તવિકપણે સંપૂર્ણ વસ્તુને સ્વીકારતા હોવાથી પ્રમાણમાં જ તેને સમાવેશ થાય છે. તે બીજા નોની અપેક્ષા વગર પિતાને ઇચ્છિત ધર્મને અનવધારણ એટલે “જ” કાર વગર પદાર્થને જાણવાની ઈચ્છા કરે, તે વસ્તુના એક અંશને સ્વીકારનાર હોવાથી નય કહેવાય છે. તે નય નિયમા મિથ્યાદષ્ટિ જ હોય છે. કારણ કે તે પદાર્થને યથાવસ્થિત રૂપે સવીકારતો નથી આથી જ બીજા ગ્રંથમાં કહ્યું છે, કે–
“સર્વ ન મિથ્યાવાદી છે. માટે જ નયવાદ એ મિથ્યાવાદ છે. તેથી જ જિન સિદ્ધાંતને જાણનારે મિથ્યાવાદિપણુને ત્યાગ કરવાની ઇચ્છાવડે દરેક પદાર્થને સ્વાત્કાર પૂર્વક બેલે પણ ક્યારેય સ્યાતકાર વગર ન બેલે.
જો કે વ્યવહારમાર્ગમાં રહેલા બધી જગ્યાએ હમેંશા સાક્ષાતુરૂપે સ્વાતકારનો પ્રયોગ નથી કરતા, છતાં પણ ઉપલક્ષણથી સ્યાત્ શબ્દનો પ્રયોગ બેલનારની કુશળતાના કારણે તેમાં હોય છે. કહ્યું છે કે- “બોલનાર જે કુશળ હોય તે, સ્વાત્કારનો પ્રયોગ દરેક સ્થળે ન કરવા છતાં પણ સ્થાકાર, વિધાન અને નિષેઘમાં અર્થપત્તિથી જણાય છે. તેમ અહીં તથા બીજે અનુવાદ તથા કથનાદિ પ્રસંગોમાં સમજી લેવું.
તે ન મૂલ ભેદની અપેક્ષાએ સાત છે. તે આ પ્રમાણે (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ (૭) એવંભૂત.
નગમ – એક નહીં તે નક, અહિં નડ્યું નથી પણ ન છે. તેથી “જન ઘરે એ સૂત્ર નથી લાગતું. તૈક એટલે અનેક ઘણુ એ અર્થ લે. તેથી ઘણી સંખ્યાવાળા માન વડે એટલે મહાસામાન્ય, અવાંતર, સામાન્ય અને વિશેષ વગેરે અનેક વિષયરૂપ પ્રમાણે વડે પદાર્થને જાણી શકાય તે નૈગમ.
૧. પૃષોદરાદિથી નિગમરૂપની સિદ્ધિ થાય છે.