________________
૧૨૩, અઢાર હજાર શીલાંગરથ
૫૧
સંજવલન કષાયના ઉદયના કારણે અન્ય પ્રકારે પણ હોય. આથી જ કહ્યું છે કે “બધાયે અતિચાર સંજવલન કષાયને ઉદયના કારણે થાય છે. અને અતિચારો ચારિત્રના દેશથી ખંડનરૂપ જ છે. માટે એક વ્રતના ભંગમાં સર્વત્રત ભંગ જે કહ્યું છે તે પણ અમુક અપેક્ષાએ છે. તે અપેક્ષા આ પ્રમાણે છે. જે અતિચારના પ્રાયશ્ચિત્તમાં છેદ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે તેમાં એક વ્રતનું ખંડન (ભંગ) થતું નથી. પણ જે અતિચારમાં મૂલપ્રાયશ્ચિત્ત ક્યાં આવે ત્યાં એક વ્રતના ખંડનમાં સર્વત્રતનું ખંડન થાય છે. આ પ્રમાણે જ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન સફલ થાય છે. નહીં તે મૂલ વગેરે જ પ્રાયશ્ચિત્ત થશે. વ્યવહારનયને આશ્રયી જ અતિચારો સંભવે છે. નિશ્ચયનયથી તે એ સર્વવિરતિપણાને ભંગ જ થાય છે. વધુ વિસ્તારથી સયું. (૮૩૯)
એક પ્રકારના શીલ (ચારિત્ર)ના અઢાર હજાર ભેદો શી રીતે થાય, તે કહે છે. . जोए ३ करणे ३ सन्ना ४ इंदिर ५ भोमाइ १० समणधम्मे य १० । सीलंगसहस्साणं अट्ठारगस्स निष्फत्ती ॥८४०॥
યોગ છે, કરણ ૩, સંજ્ઞા ૪, ઈદ્રીય ૫, પૃથ્વીકાય વગેરે ૧૦ અને દશવિધ શ્રમણધર્મ વડે અઢાર હજાર શીલાંગની ઉત્પત્તિ થાય છે.
કરણ-કરાવણ વગેરે કરણના વિષયભૂત તે ગ.
ગના જ વિશિષ્ટ સાધન જે મન વગેરે તે કરણ. ચેતના વિશેષરૂપ આહાર વગેરે સંજ્ઞાઓ, કાન વગેરે ઇંદ્રિ, પૃથ્વીકાય વગેરે નવ જીવકાર્યો તથા દશમું અજવાય,
ક્ષમા વગેરે દશ યતિધર્મમાં પ્રસ્તુત અઢાર હજાર શીલાંગ સમૂહનું પરિમાણ ઉત્પન્ન થાય છે. (૮૪૦)
યોગ વગેરે પદની વ્યાખ્યા કરે છે. करणाइँ तिनि जोगा मणमाईणि हवंति करणाई । आहाराई सन्ना चउ सोयाइंदिया पंच ॥८४१॥ भोमाई नव जीवा अजीवकाओ य समणधम्मो य । खताइ दसपयारो एवं ठिए भावणा एसा ॥८४२॥
કરણ, કરાવણ વગેરે ત્રણ યોગે, મન વગેરે ત્રણ કરો, આહાર વગેરે ચાર સંજ્ઞાઓ, કાન વગેરે પાંચ ઈન્દ્રિયે, પૃથ્વીકાય વગેરે નવ જીવકાય અને અવકાય એમ દશ ક્ષમા વગેરે દશ પ્રકારને શ્રમણધર્મ અને એ પ્રમાણે આની ભાવના કરવી.
કરણ, કરાવણ અને અનુમોદન એમ ત્રણ પ્રકારે ગ છે.