________________
૩૨
પ્રવચન–સારોદ્ધાર સહિત રહે. સ્ત્રીઓની વચ્ચે નિઃશંકપણે બેસે. શ્રીગ્ય રાંધવું, ખાંડવું, દળવું વગેરે કામ કરે તે સ્ત્રી સ્વભાવવાળો નપુંસક હોય.
૨૩ સ્વર એટલે અવાજ અને વર્ણ એટલે શરીર સંબંધી રંગ અને ઉપલક્ષણથી ગંધ, રસ, સ્પર્શ વગેરે સ્ત્રી પુરુષથી જુદા પ્રકારના જ હોય છે.
૪ મેહન એટલે પુરુષ ચિહ્ન મોટું હોય છે. ૫ વાણી સ્ત્રી જેવી કેમળ હોય છે.
૬ ીની જેમ પેશાબ અવાજ સાથે ફીણ વગરનો હોય છે. આ લક્ષણે નપુંસકના હોય છે.
૨ વારિક :- વાયુ જેને હોય, તે વાતિક (વાયુની પ્રકૃતિવાળો) જે પિતાના નિમિત્તે કે બીજી રીતે લિંગ સ્તબ્ધ થયે છતે વિકાર થતાં સ્ત્રીભેગા કર્યા વગર વેદયને રોકવા સમર્થ થતું નથી.
૩. લીબ - કલબ એટલે અસમર્થ. તે ચાર પ્રકારે છે. ૧ દષ્ટિ, ૨ શબ્દ, ૩ આલેષ્ટ, ૪ નિમંત્રણ. *
૧. જે સ્ત્રીને વસ્રરહિત જોઈને ક્ષોભ પામે તે દષ્ટિક્લીબ છે. ૨. જે સ્ત્રીનો અવાજ સાંભળી #ભ પામે તે શબ્દલીબ.
૩. જે સ્ત્રીએ આલિંગન આપવાથી કે નિમંત્રણ કરવાથી પિતાના વ્રતને રક્ષી ન શકે તે ૩ આશ્લિષ્ટક્લીબ અને
૪ નિમંત્રિતલીબ છે.
૪ કુંભી - વેદમેહનીયની ઉત્કટતાના કારણે જેના પંચિહ્ન કે અડકેષ કુંભની જેમ ઉજૂન-સ્તબ્ધ થાય છે તે કુંભી.
૫. ઈર્ષાલુ - સ્ત્રીને સેવાતી જોઈ જેને ઘણી ઈર્ષ્યા પેદા થાય તે ઈર્ષાલુ.
૬. શકુનિ – શકુનિ એટલે પક્ષી ચકલાની જેમ વારંવાર અતિ વેદની ઉત્કટતાના કારણે સ્ત્રીગમાં આસક્ત હોય તે શકુનિ.
૭. તત્કમસેવી -મૈથુન સેવ્યા પછી વીર્યપાત થવા છતાં વેદની ઉત્કટતાના કારણે કૂતરાની જેમ જીભ થી ચાટવું વગેરે નિંદનીય કામ કરી જે પોતાને સુખી માને તે તત્કમસેવી.
૮, પાક્ષિકાપાક્ષિક - જેને શુક્લપક્ષમાં અતિવેદેાદય હોય અને કૃષ્ણ પક્ષમાં અલ્પ હોય, તે પાક્ષિકાપાક્ષિક.
૯. સૌગંધિક :- જે પિતાના લિંગને સુંગંધી માની સુંઘે તે સૈગંધિક કહેવાય.
૧૦. આસક્ત – જે વીર્ય સ્મલન પછી સ્ત્રીને ભેટી તેના બગલલિંગ વગેરે અંગમાં પ્રવેશીને (સ્વઅંગે લગાડીને) રહે તે આસક્ત કહેવાય. આ પંડક વગેરેની ઓળખાણ તેઓના કે તેમના મિત્ર વગેરેના કહેવાથી થાય છે.