________________
૨૮
પ્રવચન-સારોદ્ધાર ૧. પાણીમાં ડૂબેલાની જેમ જે બડબડ કરતે બેલતે હોય, તે જલમૂક છે.
૨. જે બેલતા વારંવાર ખચકાતે હોય એમ અટકી અટકીને બેલત હોય, તે મમનમૂક.
૩. મુંગો હોવાના કારણે જે બકરાની જેમ ફક્ત અવાજ જ કાઢી શકે, તે એલકમૂક.
૨. જે માર્ગમાં, ભિક્ષા વગેરે ફરવા માટે કે વંદન વગેરે ક્રિયાઓ કરવા માટે : શરીરની સ્થૂળતા (જાડાઈ) ના કારણે અસમર્થ હોય તે શરીરજડ.
૩. કરણજડ – કરણ એટલે ક્રિયા. એમાં જે જડ તે કરણજડ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, વગેરે સંયમ પાલનરૂપ ક્રિયાઓને વારંવાર શીખવવા છતાં પણ, જે અતિ જડ હોવાના કારણે તે ક્રિયાઓ શીખી ન શકે, તે કરણજડ.
આમાં ત્રણ પ્રકારના ભાષાજડ જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી દીક્ષિત કરાતા નથી. શરીરજડ બહાર જવા આવવામાં, આહારપાણ લાવવામાં અસમર્થ હોય છે. તથા અતિજડ (અતિ સ્થળ) હોવાના કારણે પરસેવાથી બગલ વગેરેમાં કહેવાટ થાય તેને પાણી વડે ધોવા વગેરે કરવાથી કીડી વગેરે જી ભિજાય છે, તેથી સંયમ વિરાધના થાય છે. તથા લોકે નિંદા કરે કે “અહો આ ઘણું ખાનાર છે. નહીં તે. આ સાધુનું શરીર આટલું જાડું શી રીતે હોય? ખરેખર તે ખાવાને અત્યંત લેલુપ છે.” તથા તે જાડા માણસને ચાલતા શ્વાસ થતો હોય છે. સાપ નીકળે કે આગ લાગે અને તે નજીક આવે ત્યારે ભારે શરીરના કારણે દૂર ન ખસી શકે. માટે એને દીક્ષા ન આપવી.
કરણજડ સમિતિ ગુપ્તિના આચારે શીખવવા છતાં તે શીખી શકતા ન હોવાથી તેને દીક્ષા ન આપવી.
૬. રોગી - ભગંદર, અતિસાર, (ઝાડા) કે, પ્લીહા એટલે બરોળને રોગ, કાર્યું એટલે અતિ દુબળાપણું, દમ, તાવ, વગેરે રોગોથી ઘેરાયેલ હોય તે રોગી દીક્ષાને અયોગ્ય છે. કારણ કે તેની ચિકિત્સા કરવામાં ષડૂજીવનિકાયની વિરાધના તથા સ્વાધ્યાય હાનિ થાય છે.
૭. ચેર :- ખાતર પાડવું, છેદવું, માર્ગમાં લૂંટવું વગેરે ચેરીના કામમાં જોડાયેલ હોય તે ચર. તે સમુદાયને વધ, બંધન, માર પડે વગેરે જુદા જુદા પ્રકારના અનર્થના કારણરૂપ હોવાથી દીક્ષાને અગ્ય જ છે.
૮. રાજા૫કારી-રાજદ્રોહી -- રાજભંડાર, અંતઃપુર (રાણીવાસ), રાજાનું શરીર કે રાજકુમાર વગેરેને દ્રોહ કરનારો રાજપકારી કહેવાય. તેને દીક્ષા આપવાથી ગુસ્સે થયેલા રાજા, મારે, ફૂટે, દેશનિકાલ કરે વગેરે દે થાય છે.
" બાધવા.