________________
२६
પ્રવચન-સારોદ્ધાર વખત પસલિ ( બે) વડે ગુદાને ચેખી કરે, કહ્યું છે કે “તિહિં નાવાપૂરdfહું મારાષ્ટ્ર મિસ્ટેફ' નાવા એટલે પસલી સમજવું. તે આચમન (ગુદા પ્રક્ષાલન) પણ નજીકમાં કરે. જે દૂર જઈને કરે, તે નિદા થાય કે કેઈક જોઈને વિચારે કે “આ સાધુ ગુદા સાફ કર્યા વગર જ ગયે લાગે છે. (૭૮૯)
૧૦૭. દીક્ષાને અયોગ્ય અઢાર પુરુષ बाले १ वुड्ढे २ नपुंसे य ३, कीवे ४ जड्डे य ५ वाहिए ६ । तेणे ७ रायावगारी य ८, उम्मत्ते य ९ असणे १० ॥७९०॥ दासे ११ दुढे य १२ मूढे य १३, अणत्ते १४ जुंगिए इय १५ । ओबद्धए य १६ भयए १७, सेहनिप्फेडिया इय १८ ॥७९१।।
બાલ, વૃદ્ધ, નપુંસક, લીબ, જડ, રોગી, ચેર, રાજાપકારી, ઉન્મત્ત, અધ, દાસ, દુષ્ટ, મૂઢ, ગઢણાત એટલે દેવાદાર, નિદિત, અવબદ્ધક એટલે પરતંત્ર, નોકર, શિક્ષનિષ્ફટિકા–આ અઢાર પુરુષો સંયમને અગ્ય છે.
૧. બાલ - જન્મથી આરંભી આઠ વર્ષ સુધીને અહીં બાળક ગણાય છે. તે ગર્ભમાં રહેલ નવ મહિના સાધિક પસાર થયેલ પણ આઠ વર્ષ સુધી દીક્ષા ન સ્વીકારી શકે. કારણ કે તથાસ્વભાવથી જ આઠ વર્ષથી નાની ઉંમરના જીને સર્વવિરતિ કે દેશવિરતિ સ્વીકારને અભાવ હોય છે. કહ્યું છે કે “એમનું જઘન્ય વય પ્રમાણ આઠ વર્ષનું છે. એમ વીતરાગ ભગવંતે કહેલ છે.
અન્ય આચાર્યો ગર્ભથી માંડી આઠ વર્ષની વયવાળાની દીક્ષા માને છે. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “એક આદેશે (વિકલ્પ) ગર્ભથી માંડી આઠ વર્ષવાળાની દીક્ષા કહી છે.”
પ્રશ્ન-આઠ વર્ષની દીક્ષામાં વાસ્વામી ભગવંતમાં વિરોધ આવે છે. તેઓ છ માસના હતા તે પણ ભાવથી સર્વ સાવદ્ય વિરતિ સ્વીકારી હતી. એમ સંભળાય છે. તે આ પ્રમાણે-“જીયુ મારા સમન્નિત્યં વં” “છ મહિનામાં જ છ જવનિકાયમાં યતનાવંત વાસ્વામિને તથા તેમની માતાને હું વંદન કરું છું.” તે પછી આઠ વર્ષ પહેલા વિરતિના પરિણામ ન થાય એમ કેમ કહે છે ?
ઉત્તરઃ સાચી વાત છે. પરંતુ ભગવાન વાસ્વામિને બાળવયમાં પણ ભાવથી જે ચારિત્રને સ્વીકાર છે તે આશ્ચર્યરૂપ અને કદાચિત બનનારી ઘટના હોવાથી વ્યભિચાર આવતું નથી. પંચવસ્તુમાં કહ્યું છે કે,
तदधो परिहवखेत्तं न चरणभावोवि पायमेएसिं । કાચમાવો સુ પુળ દોરનાચાં |