________________
પ્રશસ્તિ.
૫૧૯ નથી? જેમણે તીવ્રવ્રતાચરણ મુદ્રાવડે કેટલા લોકોને આશ્ચર્ય પમાડયું નથી? અથવા વધારે કહેવા વડે શું? જેમના બધા કાર્યો અતિ અદ્દભૂત જ છે.
૧૭. ગુણવામાં અગ્રેસર એવા તેમના શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ આ પ્રવચન સારોદ્ધારની અતિ સ્પષ્ટ વૃત્તિ અથવા ટીકા કરી છે.
૧૮. વિક્રમરાજાના સંવત્સરમાં બારસે અડતાલીસ (૧૨૪૮)ની સાલે ચૈત્રમાસમાં પુષ્યનક્ષત્રના દિવસે રવિવારે સુદ આઠમના દિવસે આ વૃત્તિ સમાપ્ત થઈ છે.
૧૯. તારારૂપી મોતીના ચંદરવાવાળા ચંદ્રરૂપી કળશવાળા એવા ગગનરૂપી મરત મણિના છત્રમાં દંડ સમાન એવો મેરૂ પર્વત જયાં સુધી રહે, ત્યાં સુધી આ વૃત્તિ જયવંતી વર્તો.
શાંતિતીર્થ શેભિત ઈડર મુકામે આ ગ્રંથનું ભાષાંતર સં. ૨૦૪૪ના જેઠ વદ ૫ના દિને આત્મ-કમવ-લબ્ધિ-વિક્રમ સ્થૂલભદ્રસૂરીશ્વરજીના ચરણરેણુ મુનિ Àઅમિતયશવિજયે શરૂ કર્યું અને તે ૨૦૪૬ ના ભાદરવા સુદ દશમનાદિને પાર્શ્વ પ્રભુની શિતલ છાયામાં બેંગ્લેર ગામના ગાંધીનગર મુકામે પૂર્ણ થયું. .
જેનું વિવેચન તપાસીને સંપાદન કરવાનું કાર્ય પૂ. દાન-પ્રેમ-રામચંદ્ર-ભદ્રંકરકુંદકુંદસૂરીશ્વરજીના શિષ્ય પં. વજી સેનવિજયે હાલાર તીર્થમયે શ્રી મહાવીર પ્રભુની પવિત્ર છાયામાં સં. ૨૦૪૯ માગસર વદ-૫ ના દિને પૂર્ણ કર્યું. -
અનેક ગ્રંથોનું નિષ્ઠાથી મુદ્રણકાર્ય કરનાર અમદાવાદ મધે ભરત પ્રિન્ટરીવાળા સુશ્રાવક કાંતિલાલ ડી. શાહે આ પ્રવચનસારદ્વાર (ભાગ-૧-૨) નું મુદ્રણકાર્ય શ્રી મુલવા પાર્શ્વનાથ પ્રભુની સમીપે દેવ-ગુરુ-ધર્મના પસાથે સં. ૨૦૪૯ અષાઢ સુદ્ધ ૩ ને મંગળવારે શ્રી મંગળ કરવાને અર્થે મુદ્રણ કરીને શ્રી સંઘને પ્રસ્તુત કર્યું.
શુભમ ભવતુ સર્વસ્ય