________________
૫૦૩
૨૭૧. આયંબિલ વર્ધમાન તપ
અષ્ટ અષ્ટમિકા પ્રતિમામાં આઠ અષ્ટકે થાય છે. તેમાં પહેલા અષ્ટકમાં દરરોજ એક દત્તિ લે છે. બીજા અષ્ટકમાં દરરોજ બે દત્તિ લે છે. એ પ્રમાણે ત્રીજામાં ત્રણ
થામાં ચાર, એમ એક-એક દત્તિની વૃદ્ધિ ત્યાં સુધી જયારે આઠમા અષ્ટકમાં દરરોજ આઠ દત્તિ છે. આ પ્રતિમામાં ચેસઠ (૬૪) દિવસ થાય છે.
નવ નવમિકા પ્રતિમામાં નવ નવક થાય છે. તેમાં પહેલા નવમાં દરરોજ એક-એક દત્તિ, બીજા નવકમાં દરરોજ બે દત્તિ ત્રીજા નવકમાં દરરોજ ત્રણ દત્તિ-એ પ્રમાણે એક એક દત્તિ વધતા નવમાં નવકમાં નવ દત્તિઓ લે. આમાં એકયાસી (૮૧) દિવસે થાય છે.
દશ દશમિકા પ્રતિમામાં દશ દશકા થાય છે. તેમાં પહેલા દશકમાં દરરોજ એક ત્તિ લેવી, બીજા દશકમાં દરરોજ બે દત્તિ લેવી, એ પ્રમાણે એક–એક દત્તિ વધતા દસમા દશકમાં દરરોજ દસ-દસ દત્તિ લે. આમાં સે દિવસ થાય છે.
આ પ્રમાણે નવ મહિના અને ગ્રેવીસ દિવસે આ ચારે પ્રતિમા પૂરી થાય છે.
અહિં સસ સસમિકા પ્રતિમામાં એકસે છ— (૧૯૬) દત્તિઓનું પ્રમાણ છે. આઠ અષ્ટમિક પ્રતિમામાં (૨૮૦) બસ એંસી દત્તિઓ છે. નવ નવમિકા પ્રતિમામાં ચારસો પાંચ દત્તિઓ થાય છે. દશ દશમિકા પ્રતિમામાં પાંચસે પચાસ (૫૫૦) દત્તિઓ થાય છે. (૧૫૬૧-૧૫૬૩) આયંબિલ વધમાન તપ.
एगाइयाणि आयंबिलाणि एकेकवुढिमंताणि । पजंतअभचट्ठाणि जाव पुन सयं तेसि ॥१५६४|| एयं आयंबिलबद्धामाणनाम महातवचरणं । वरिसाणि एत्थ चउदस मासतिगं वीस दिवसाणि ॥१५६५॥
એક-બે વગેરે આયંબિલની વૃદ્ધિ પૂર્વક અને છેડે ઉપવાસ કરવા પૂર્વક, સે આયંબિલ કરવા વડે આ આયંબિલ વર્ધમાન નામના મહાતપ પૂરો થાય છે. જે ત૫શ્ચર્યામાં આયંબિલનું વર્ધમાન એટલે વૃદ્ધિ થતી હોય, તે આયંબિલ વર્ધમાનતા કહેવાય છે. આને ભાવ એ છે કે,
પહેલા એક આયંબિલ કરી ઉપર ઉપવાસ, કરાય છે પછી બે આયંબિલ એક ઉપવાસ, પછી ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ, પાંચ આયંબિલ એક ઉપવાસ. એમ એક–એક આયંબિલની વૃદ્ધિ વચ્ચે ઉપવાસ કરવા પૂર્વક કરવી. તે સે આયંબિલ અને એક ઉપવાસ સુધી કરવું. આ તપમાં સે ચોથ ભક્ત એટલે ઉપવાસ અને પાંચ હજાર પચાસ (૫૦૫૦) આયંબિલો થાય છે.