________________
४८८
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કરવામાં આવે છે. આ તપ ભાદરવા મહિનામાં સુદ સાતમથી શરૂ કરી સુદ તેરસ સુધી કરાય છે. આ તપ ત્રણ વર્ષ સુધી કરવાનું હોય છે. (૧૫૫૦) સમવસરણ તપ,
एक्कासणाइएहिं भद्दवयचउकगंमि सोलसहिं । होइ समोसरणतवो तप्पयापुव्वविहिएहि ॥१५५१॥
ભાદરવા વદ એકમથી લઈ સમવસરણમાં રહેલ પ્રતિમાની પૂજા કરવા પૂર્વક પોતાની શક્તિ અનુસાર એકાસણુ, નિધિ, આયંબિલ અને ઉપવાસ કરવા. સોળ દિવસે થાય. એ રીતે ચાર ભાદરવાની અંદર કરવાથી એટલે ચાર વર્ષે આ સમવસણ તપ પૂરે થાય છે. આથી ચાર ભાદરવાના થઈ એસઠ (૬૪) દિવસે આ તપમાં થાય છે. આને ભાવ એ છે કે,
સમવસરણના એક એક દ્વારને અનુલક્ષીને ચાર ચાર દિવસ કરાય છે. તેથી આ તપને એક દ્વાર–એ પ્રમાણે પ્રસિદ્ધ છે. (૧૫૫૧)
અમાવાસ્યા ત૫. नंदीसरपडपूया निययसामत्थसरिसतवचरणा । होइ अमावस्सतवो अमावसावासरुद्दिट्टो ॥१५५२॥
નંદીશ્વરદ્વીપના પટમાં આલેખેલા જિનભવનમાં રહેલા જિનેશ્વરેની પૂજા કરવા પૂર્વક પિતાની શક્તિ અનુસારે ઉપવાસ વગેરે કાઈપણ તપ દરેક અમાવસ્યાના દિવસે કરવા પૂર્વક અમાવાસ્યા તપ થાય છે. આ તપ દિવાળીની અમાસથી શરૂ કરી સાત વર્ષે પૂરે થાય છે. (૧૫૫૨)
પંડરીક તપ. सिरिपुंडरीयनामगतवंमि एगासणाइ कायव्वं । चेत्तस्स पुनिमाए पूएयव्वा य तप्पडिमा ॥१५५३।।
પુડરીક નામને ત૫ ચૈત્ર મહિનાની પૂનમથી શરૂ કરી બાર પૂનમ અને મતાંતરે સાત વર્ષ સુધી પૂનમે એકાસણુ વગેરે તપ પોતાની શક્તિ અનુસાર કરે છે. અને તે દિવસે ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકસ્વામિની પ્રતિમાની પૂજા કરે. આ તપ ચણી પૂનમથી શરૂ કરવામાં પુંડરીકસ્વામિને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન જ કારણરૂપ છે. કેમકે પુંડરીકસ્વામીને ચૈત્રીપૂનમે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ હતું.
પપ્રભુ ચરિત્રમાં પુડરીક ગણધરના વિષયમાં કહે છે કે,