________________
૪૨૮
પ્રવચનસોદ્ધાર ભાગ-૨ ઉત્તર -સાચું કહ્યું પરંતુ પ્રમાણગુલ અઢી આગળ રૂપ પહોળાઈવાળું છે. તેથી જ્યારે પિતાની પહોળાઈ સાથે યથાવસ્થિત આ પ્રમાણગુલ વિચારાય ત્યારે પ્રમાણુગુલની અઢી આંગળની ઉત્સાંગુલે પહોળાઈ પણ વિચારવાની હોય છે. માટે જ્યારે પિતાની પહોળાઈ સાથે યથાવસ્થિત રૂપે એને વિચારીએ ત્યારે ઉત્સાંગુલથી પ્રમાણગુલ ચારગણુ થાય છે. અને જ્યારે અઢી આંગળ ઉસે ધાંગુલ રૂપ વિધ્વંભ સાથે ચાર ગુણારૂપ પ્રમાણગુલની લંબાઈને ગુણીએ ત્યારે ઉત્સધાંગુલ એક આગળ પહોળી અને હજાર આગળ લાંબી પ્રમાણુ ગુલની સૂચિ થાય છે.
આને ભાવાર્થ આ પ્રમાણે છે. એક પ્રમાણગુલમાં અઢી ઉત્સધાંગુલ પહોળાઈમાં ત્રણ શ્રેણિઓ થાય છે, કલ્પાય છે. પહેલી શ્રેણિ એક ઉત્સધાંગુલ પહોળી અને ચાર આંગળ લાંબી. બીજી શ્રેણી પણ આટલા જ માપની છે. ત્રીજી પણ લંબાઈથી ચાર આગળ પ્રમાણુની છે. પણ પહેલાઈ અડધા આંગળ પ્રમાણની છે. તેથી આ શ્રેણીની લંબાઈ બસે આગળ લઈ પહોળાઈ અંગુલ પ્રમાણુ ગણતા આ શ્રેણી પણ બસે આગળ લાંબી અને એક આંગળ પહેળી નકકી થઈ ત્યાર પછી આ ત્રણે શ્રેણીઉપર–ઉપર મૂક્તા ઉત્સુઘાંગુલવડે એક હજાર આંગળ લાંબી અને એક આંગળ પહેળી પ્રમાણગુલની સૂચિ સિદ્ધ થાય છે. માટે આ સૂચિની અપેક્ષાએ કહ્યું છે કે ઉત્સધાંગુલથી પ્રમાણગુલ હજારગુણ લાંબુ છે, બાકી વાસ્તવિકપણે તે ચાર ગુણ જ મેટું છે.
આથી પૃથ્વી, પર્વત, દ્વીપ, સમુદ્ર, વિમાન વિગેરેના માપ આ ચાર ગુણામાં લાંબા અને અહી આંગળ પહોળા પ્રમાણગુલ વડે જ મપાય છે. હજાર ગુણ આંગળવાળી સૂચિ શ્રેણી રૂપ પ્રમાણુગુલ વડે નહી. એ પ્રમાણ વૃદ્ધ પુરુષોના સંપ્રદાયથી જાણ્યું છે. આમાં તરવતે કેવલિઓ જાણે.
તે જ ઉત્સાંગુલને બે ગુણ એટલે બમણું કરીએ ત્યારે છેલા તીર્થકર ભગવાન વીરપ્રભુનું એક આત્માગુલ થાય છે–એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે.
ભગવાન વર્ધમાન સ્વામી એક આદેશ મુજબ પિતાના આગળથી ચોર્યાસી આંગળ ઊંચા છે. ઉલ્લેવાંગુલ મુજબ સાત હાથનું પ્રમાણ હેવાથી એકસે અડસઠ (૧૬૮) આગળ થાય છે અને અનુયાગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે “આદેશાંતરે વીર પ્રભુ આત્માંગુલ વડે ચોર્યાસી આંગળ ઊંચા છે અને ઉત્સધાંગુલે એકસે અડસઠ (૧૬૮) આગળ ઊંચા છે. (૧) માટે બે ઉસેધાંગુલે વીરપ્રભુનું એક આત્માગુલ થાય છે. અહિં મતાંતોને આશ્રયી ઘણું કહેવા ગ્ય છે પણ ગ્રંથ વિસ્તાર ગૌરવના ભયથી કહેતા નથી.
આ ત્રણે અંગુલેના દરેકના ત્રણ-ત્રણ ભેદ છે. ૧. સૂચિ અંગુલ ૨. પ્રતરાંગુલ ૩. ઘના અંગુલ.