________________
૪૦૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ તે જ વિષયાંતરની અપેક્ષાએ અરતિરૂપે કહેવાય છે-એ પ્રમાણે અરતિ જે રતિ છે. એમ ઔપચારિકપણે બંનેનું એક રૂપ છે. તથા રાગના સ્થાને વિષ પદ એટલે પ્રેમ પણ કહ્યો છે. પિજજ એટલે પ્રિયપણને જે ભાવ અથવા કાર્ય-કર્મ તે પ્રેમ એને. અર્થ રાગના જેવો જ છે. (૧૩૫૧ થી ૧૩૫૩)
૨૩૮. સત્યાવીશમુનિના ગુણ छन्वय छकायरक्खा पंचिंदियलोह निग्गहो खती । भावविशुद्धी पडिलेहणाइकरणे विसुद्धी य ॥१३५४॥ संजमजोए जुत्तय अकुसल मणवयणकाय संरोहो । सीयाइपीडसहणं मरणंतुवसग्ग सहणं च ॥१३५५॥ ' છે વ્રત, છ કાય રક્ષા, પાંચ ઈન્દ્રિય અને લોભને નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પડિલેહણ વિગેરે કાર્યોમાં વિશુદ્ધિ, સંયમ ચોથી યુક્ત, અકુશલ મન-વચન-કાયાને રોધ, ઠંડી વિગેરે પરિસહની પીડા સહન અને મરણાંત ઉપસર્ગ સહન કરવા એ સાધુના સત્યાવીશ ગુણ કહ્યા છે. * પ્રાણાતિપાતથી લઈ રાત્રિભેજન સુધીના છ વ્રત, પૃથ્વીકાયથી ત્રસકાય સુધીની છકાયની રક્ષા એટલે સંઘટ–પરિતાપ વિગેરે પીડાના ત્યાગપૂર્વક સારી રીતે પાલન કરવા. શ્રોત્રેન્દ્રિય વિગેરે પાંચ ઈનિદ્રા જે નિગ્રહ એટલે નિયંત્રણ કરવું એટલે સારા ખરાબ શબ્દ વિગેરેમાં રાગ દ્વેષ ન કર. લેભને નિગ્રહ એટલે વિરાગભાવ. ક્રોધ નિગ્રહરૂપ ક્ષાતિ એટલે ક્ષમા. અકલુષાન્તરાત્મભાવ અથવા કુશલ અંતરાત્મ ભાવ તે ભાવવિશુદ્ધિ. પડિલેહણ વિગેરે ક્રિયાઓમાં વિશુદ્ધિ એટલે શુદ્ધ અથવસાયપૂર્વક સમ્યગૂ ઉપગ યુક્ત પડિલેહણ વિગેરેની ક્રિયા કરવી. અસંયમને આધારરૂપ જે ગો, તેને રે કર. એટલે પ્રશસ્ત ગાને જ આદરવા. એ ભાવ છે. ઠંડી હવા ગરમી વિગેરેથી ઉત્પન્ન થયેલ પીડાઓને સારી રીતે સહન કરવી. મરણાંત ઉપસંગ સહન કરવા. જેના છેડે મરણ છે તે મરણાંત એટલે મરણના કારણરૂપ જે પદાર્થ વિગેરે, તે મરણના કારણરૂપ જે ઉપસર્ગ તે મરણાંત ઉપસર્ગ, તેને સહન કરવા. એટલે તે ઉપસર્ગો કલ્યાણ મિત્ર છે એમ માની એવી બુદ્ધિપૂર્વક સહન કરવું. આ સત્તાવીસ, સાધુઓના ચારિત્ર વિશેષ રૂપ ગુણે છે. : બીજા સ્થળોએ આ પ્રમાણે સાધુના ગુણે કહ્યા છે. પાંચ મહાવ્રત, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ચાર ક્રોધ વિગેરે કષાયને વિવેક. ત્રણ સત્ય એમાં ભાવ સત્ય શુદ્ધ