________________
૩૮૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે દેશમાં જે વિશેષતા છેતે કહે છે. ફકત પાંચમી અને છઠ્ઠી ભાષા અને મનપર્યાપ્તિ–એ બે પર્યાપ્તિઓ દેવોને એક સાથે પૂર્ણ થાય છે. કેઈપણ અભિપ્રાયથી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર.) વિગેરે ગ્રંથમાં દેવને આ બે પર્યાપ્તિઓ એક રૂપે જણાવી છે. એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને ટીકા-પાઠ આ પ્રમાણે છે. “પાંચ પ્રકારે પર્યાપ્તિ વડે” પર્યાપ્તિએ એટલે આહાર-શરીર વિગેરેની સંપૂર્ણ રચના. તે બીજા સ્થળોએ છે કહી છે. અહીં પાંચ પ્રકારે કહી છે. ભાષા અને મનપર્યાપ્તિએ બહુશ્રુતના અભિપ્રાય મુજબ કેઈપણ કારણે એકરૂપે વિવક્ષા કરી છે. (ભગવતી ટીકા (શ. ૩ ઉ. ૧. સૂ. ૧૨૯) ૧૩૧૮
૨૩૩. “ચાર અણાહારી” विग्गह गइमावन्ना केवलिणो समोहया अजोगी य । सिद्धाय अणाहारा सेसा आहारगा जीवा ॥१३१९।।
વિગ્રહગતિમાં રહેલાએ કેવલિસમુદઘાતમાં રહેલા કેવલીઓ, અયોગકેવલિઓ અને સિધ્ધો અણુહારી, બાકીના જીવો આહારી છે.
| વિગ્રહગતિ એટલે એક ભવથી બીજા ભવમાં વકગતિએ જવું તે ૧. વિગ્રહગતિમાં રહેલા બધાયે જીવે, ૨. કેવલિ સમુદ્દઘાત કરેલ કેવલિઓ, ૩. શૈલેશી અવસ્થામાં રહેલ કેવલિઓ, ૪. આઠ કર્મોને ક્ષય કરેલ સિદ્ધ ભગવંતે-આ બધાયે અણહારી જીવે છે. એ ચાર સિવાયના બાકીના બધાયે આહારી જ છે.
પરભવમાં જતા જીવની ગતિ બે પ્રકારની છે. જુગતિ અને વિગ્રહગતિ.
જ્યારે મરણું સ્થાનથી ઉત્પત્તિ સ્થાને સંમશ્રેણીએ સીધો જ જાય છે ત્યારે ઋજુ ગતિ થાય છે. તે એક સમયની છે. સમશ્રણમાં ઉત્પત્તિ સ્થાન રહેલ હોવાથી પહેલા સમયે જ તે સ્થાન પ્રાપ્ત કરી લે છે આથી આ સમશ્રેણીમાં જીવ નિયમાઆહારક હોય છે. કારણ છોડાતા અને ગ્રહણ કરાતા શરીરને છોડવામાં અને ગ્રહણ કરવાની વચ્ચે સમનું આંતરું ન હોવાથી આહારને વ્યવદ થતો નથી.
મરણસ્થાનથી ઉત્પત્તિ સ્થાન વાંકી-વક્રશ્રેણીએ હય, ત્યારે વિગ્રહગતિ થાય છે. વકશ્રેણી આંતરારૂપે હોવાથી વિગ્રહરૂપે ઓળખાયેલ ગતિ વિગ્રહગતિ કહેવાય છે. વિગ્રહગતિમાં ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી અનાહારક હોય છે. તે આ પ્રમાણે આ વક્રગતિમાં રહેલો જીવ એક, બે, ત્રણ, ચાર વળાંકવડે ઉત્પત્તિ સ્થાને આવે છે. તેમાં એક વક્રગતિમાં રહેલા જીવને બે સમય હોય છે તે બંને સમયમાં આહારક હોય છે. તે આ પ્રમાણે.