________________
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨
निविगयाई दिज्जइ पुढवाइविघट्टणे तव विसेसो ६।। तवदुदमस्स मुणिणो किज्जइ पज्जायवुच्छेओ ७ ॥७५४॥
પૃથ્વી કાય વગેરેના સંઘઠ્ઠામાં નિવિ વગેરે ત પ વિશેષ અપાય તે તપપ્રાયશ્ચિત્ત (૭) તપથી વિશુદ્ધિ કરવા અશકચ મુનિના પર્યાયને છેદ કરાય તે છેદપ્રાયશ્ચિત્ત
૬ તપપ્રાયશ્ચિત્ત – સચિત્ત પૃથ્વીકાય વગેરેના સંઘટ્ટામાં નિવિ વગેરેથી લઈ છ મહિના સુધીને જે તપવિશેષ છેદગ્રંથ કે જિતકલ્પાનુસારે અપાય, તે તપ પ્રાયશ્ચિત્ત.
૭ છેદપ્રાયશ્ચિત્ત - તેમજ તપ વડે દુર્દમ એટલે વિશુદ્ધિ કરવા અશકય સાધુને પર્યાય વિચ્છેદ કરાય છે. એટલે મહાવ્રતારે પણ કાળથી અહોરાત્રી પંચક વગે- . રેના ક્રમપૂર્વક શ્રમણ પર્યાયનો છેદ કરાય તે.
જે છ માસને ઉપવાસ કે બીજે કઠોર તપ કરવા સમર્થ હેવાથી તપથી અભિમાની થાય તે તપદુર્દમ કહેવાય. તે એમ વિચારે કે “આવા ઘણા તપથી મને શું થવાનું હતું? અથવા તપ કરવા અસમર્થ એવા ગ્લાન, બાળ, વૃદ્ધ, અસહુ વગેરે, અથવા તેવા પ્રકારની તપની શ્રદ્ધા વગરને હેય અથવા નિષ્કારણ અપવાદ રૂચિ હેય તે પણ તપ દુર્દમ કહેવાય. (૭૫૪)
पाणाइवायपमुहे पुणतयारोवणं विहेयव्यं ८ । ठाविज्जइ न वएसु कराइधायप्पदुट्ठमणो ९ ॥७५५॥
(૮) પ્રાણાતિપાત વગેરે અપરાધોમાં ફરી વ્રતનું આરોપણ કરવું તે મૂળ પ્રાયશ્ચિત્ત, (૯) હાથ વગેરેના ઘા કરવાપૂર્વક દ્રષિત મનવાળાને મહાવતેમાં ફરી સ્થાપી ન શકાય તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત.
૮ પ્રાયશ્ચિત્ત :- પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરેના અપરાધ સંક૯પપૂર્વક કર્યા હોય તે ફરીવાર વતારોપણ કરવું, તે મૂલ પ્રાયશ્ચિત્ત.
આકુટ્ટીથી પંચેન્દ્રિય જીવની હિંસા કરી હોય, દર્પથી મૈથુન સેવન કર્યું હોય તથા મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ પણ ઉત્કૃષ્ટભાવે સેવ્યા હોય અથવા આકુટ્ટીપૂર્વક વારંવાર સેવ્યા હોય, તે મૂલ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે.
(૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત :- હાથ, મુઠ્ઠી, લાકડી વગેરે વડે મરણ નિરપક્ષપણે (મરણના વિચાર વગર) પોતાને કે બીજાને, પિતાના પક્ષવાળાને (સાધુને) કે પરપક્ષવાળા (ગૃહસ્થ)ને અતિ સંકલિષ્ટ પરિણામપૂર્વક જે ઘા કરે છે, તેને અતિ સંકલિષ્ટ અધ્યવસાય હોવાથી જ્યાં સુધી અમુક ઉચિત તપ ન કરે ત્યાં સુધી મહાવ્રતનું આરોપણ ન થાય, તે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત કહેવાય.