________________
૩૪
પ્રવચનસોદ્ધાર ભાગ-૨ - પ્રથમ પરામિક-ઉપશમભાવમાં સમ્યકત્વ અને ચારિત્ર એમ બે ભેદે છે.
બીજા ક્ષાયિક ભાવમાં દર્શન-જ્ઞાન-દાન, લાભ, ઉપભોગ, ભેગ, વીર્ય સમ્યકત્વ અને ચારિત્ર એમ નવ ભેદો છે. ' ઉપશમસમકિત અને ચારિત્ર એ બે પહેલા ઔપશમિકભાવના ભેદ છે.
પશમિકસમકિત દર્શનસપ્તકને ઉપશમ થવાથી થાય છે અને ચારિત્ર, ચારિત્રમોહનીયનો ઉપશમ થવાથી થાય છે. રંગના પદ વડે કેવલદર્શન, કેવલજ્ઞાન સમજવું. દાન, લાભ, ઉપભેગ, પરિભોગ, વીર્યલબ્ધિઓ, ક્ષાયિકસમ્યક્ત્વ, અને ક્ષાયિકચારિત્ર બીજ ક્ષાયિકભાવમાં હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન પોત-પોતાના આવરણેને ક્ષય થવાથી જ થાય છે.
પાંચ પ્રકારના અંતરાયના ક્ષયથી જ ક્ષાયિક દાન વિગેરે પાંચ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.
ક્ષાયિકસમ્યકત્વ પણ દર્શનમેહ સપ્તકના ક્ષયથી થાય છે અને ક્ષાયિકચારિત્ર તે ચારિત્રમેહનીય ક્ષય થવાથી થાય છે. (૧૨૯૧) હવે લાપશમિક ભાવના અઢાર ભેદો કહે છે.
चउनाणमणाणतिगं दसणतिग पंचदाणंलद्धीओ। सम्मतं चारित्तं च संजमासजमो तइए ॥१२९२।।
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ દાનાદિધિ , સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમ ત્રીજામાં..
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યવજ્ઞાન-એ ચાર જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગઅજ્ઞાન-એ ત્રણ અજ્ઞાને, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન–એ ત્રણ દર્શને, પાંચ દાન વિગેરેથી ઓળખાતી લબ્ધિઓ જે દાન, લાભ, ભેગ, ઉપભોગ અને વીર્યલબ્ધિરૂપે છે. સમ્યગદર્શન, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂરમસં૫રાયરૂપ ચારિત્ર અને દેશવિરતિરૂપ સંયમસંયમ-એમ અઢાર ભેદ ત્રીજા ક્ષાપશમિકભાવમાં હોય છે. તે આ પ્રમાણે થાય છે? ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાને પિતપિતાના આવરણ કરનારા મતિજ્ઞાન વિગેરે કર્મોનો ક્ષયે પશમથી જ થાય છે. દર્શનવિક, ચક્ષુદર્શન વિગેરે દર્શનાવરણના ક્ષયે પશમથી થાય છે. દાન વિગેરેમાં પાંચ લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષપશમથી થાય છે.
પ્રશ્ન – દાનાદિ પાંચ લબ્ધિઓ આગળ ક્ષાયિકભાવમાં કહી છે. અહીં ક્ષાપશમિકમાં કહી છે તે વિરોધ કેમ ન થાય ?