________________
૩૪૪
પ્રવચનસારોદ્ધાર ભાગ–૨
उवघाय २३ कुविहयगई २३ थावरदसगेण होति चोत्तीसा ३४ ।' सव्वाओ मीलियाओ बासीई पावपयडीओ ॥१२८९।।
જ્ઞાનાવરણ અને અંતરાયની દસ, દર્શનાવરણ નવ, મોહનીયની છવ્વીસ, અશાતા વેદનીય, નરકાયુષ્ય, નીચ ગાત્ર આ અડતાલીસ થઈ.. નરકદ્ધિક, તિયચક્રિક, જાતિ ચતુક, સંઘયણુ પંચક, સંસ્થાન પંચક, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, ઉપઘાત, અશુભવિહાગતિ, સ્થાવરદશક, એમ નામની ત્રીસ થઈ બધી મળી ગ્યાસી પા૫ પ્રવૃતિઓ થાય છે.
જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણ નવ, સમકિત અને મિશ્રમેહનીય ફક્ત ઉદય આશ્રયી અશુભબંધમાં નથી કેમકે તે બેને બંધ હેતું નથી. આથી તે બે સિવાય મોહનીયની છવ્વીસ પ્રકૃતિઓ, અશાતા વેદનીય, નરકાયુષ્ય અને નીચોત્ર એમ અડતાલીસ પ્રકૃતિઓ થાય છે. હવે નામની પ્રકૃતિઓ નરગતિ અને નરકાનુપૂર્વીરૂપ નરદ્ધિક, તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વીરૂપ તિર્યંચદ્ધિક, એકેદ્ધિન્ય, બેઈન્દ્રિય, તેઈ ન્દ્રિય, ચૌરિંદ્રિયરૂપ જાતિ ચતુષ્ઠ, પહેલાં સંઘયણ સિવાય પાંચ સંઘયણ, પહેલા સંસ્થાન સિવાય પાંચ સંથાન, અપ્રશસ્ત વર્ણચતુષ્ઠ, લીલે-કાળે વર્ણ, અશુભ દુર્ગધ, તા, કડે અશુભરસ, ગુરૂ એટલે ભારે, લુખ, ખરબચડે, ઠ ડે સ્પર્શ અશુભ છે. ઉપઘાત, અપ્રશરત વિહાગતિ, સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશકીર્તિરૂપ આ સ્થાવરદશક છે. આ ત્રીસ નામકર્મની પ્રકૃતિઓ છે. બધી પ્રવૃતિઓ મેળવતાં ખ્યાતી પાપ પ્રકૃતિઓ થશે. જે અશુભ સંજ્ઞાવાળી છે. વર્ણ ચતુષ્ક શુભપ્રકૃતિની સંખ્યામાં તથા અશુભપ્રકૃતિઓની સંખ્યામાં લેવાય છે. કારણ કે તે બે પ્રકારની છે. આથી બંધમાં કહેલ એકસેવીસ પ્રકૃતિની સંખ્યાને બાધ-વ્યાઘાત થતો નથી. (૧૨૮૭–૧૨૮૯)
૨૨૧. પેટા ભેદ સહિત ષડ-છ-ભાવ
भावा छश्चोक्समिय १ खइय २ खओवसम. ३ उदय ४ परिणामा ५ । दु २ नव ९ हारि १८ गवीसा २१ तिग ३ भेया सन्निवाओ य ॥१२९०।।
આપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમ, ઔદયિક, પારિણુમિક, સનિપાતિક એ છ ભાવે છે. તેના બે, નવ, અઢાર, એકવીસ, ત્રણ ભેદ છે.
જીવનું વિશિષ્ટ કારણવડે અથવા સ્વાભાવિક તે-તે રૂપે–થવું તે ભાવે એટલે વરતુના પરિણામ વિશેષ અથવા ઉપશમ વિગેરે પર્યા વડે જે થાય તે ભાવે.