________________
હાલાર તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ
ऐं नमः પ્રવચન-સારોદ્ધાર (ભાવાનુવાદ સહિત)
ભાગ-૨
૯૮. દશ પ્રાયશ્ચિત્ત आलोयण १ पडिकमणे २ मीस ३ विवेगे ४ तहा विउस्सग्गे ५ ।। तव ६ छेय ७ मूल ८ अणव ट्ठिया य ९ पारंचिए चेव १० ॥७५०॥
૧. આલોચના, ૨. પ્રતિકમણ, ૩. મિશ્ર, ૪, વિવેક, ૫. કાયોત્સર્ગ, ૬. ત૫, ૭, છેદ, ૮, મૂલ, ૯. અનવસ્થાપ્ય અને ૧૦. પરાંચિત-એ દસ પ્રાયશ્ચિત્ત છે.
૧. આલોચના:- જેમ બાળક સરળતાથી કરણય અને અકરણીય વાતને પ્રગટ કરે છે, તેમ આલેચક માયા અને મદરહિતપણે આલેચના કરે.
આ” એટલે (ઉપર જણાવેલી મર્યાદાથી, લેચના એટલે પ્રગટ કરવું, તે આલેચના ભાવાર્થ એ છે કે,
ગુરુની સમક્ષ વચન દ્વારા જે અપરાધ સ્થાન પ્રગટ કરવા તે આલોચના. જે અપરાધનું પ્રાયશ્ચિત્ત (શુદ્ધિકરણ) આલેચના માત્રથી એટલે ગુરુને કહેવા માત્રથી થાય છે, તે આલેચના પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
૨. પ્રતિકમણ:- દોષથી પાછા ફરવું એટલે તે દેષ ફરી ન સેવવાના ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં આપવું તે. પ્રતિક્રમણને યોગ્ય જે પ્રાયશ્ચિત્ત તે પણ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. આનો ભાવાર્થ એ છે કે,
ગુરુ સમક્ષ પ્રગટ કર્યા વગર ફક્ત “મિચ્છામિ દુક્કડ' આપવાથી જ જે પ્રાયશ્ચિત્તની શુદ્ધિ થતી હોય, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે, એકદમ ઊપયોગ વિના જે વેષમાદિ નાંખવાનું થાય, ત્યારે કેઈ જીવની હિંસા વગેરે થઈ ન હોય તે ગુરુ સમક્ષ આલેચના કર્યા વગર માત્ર મિચ્છામિ દુક્કડં આપવાથી શુદ્ધિ થાય, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે.