________________
૩૧૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ आएज्ज ३७ मणाएज्जं ३८ जसकित्ती नाम ३९ अजसकित्ती ४० य । निम्माण ४१ तित्थयरं ४२ भेयाण वि हुँतिमे भेया ॥१२६६॥
પ્રથમ બેંતાલીસ ભેદે આ પ્રમાણે જાણવા. ૧. ગતિનામ, ૨. જાતિનામ, ૩. શરીરનામ, ૪. અંગોપાંગ નામ, પ. બંધનનામ, ૬. સંઘાતનનામ, ૭ સંઘયણનામ, ૮. સંસ્થાનનામ, ૯. વર્ણનામ, ૧૦. ગંધનામ, ૧૧. રસનામ, ૧૨. સ્પર્શનામ, ૧૩. અગુરુલઘુનામ, ૧૪. ઉપઘાતનામ, ૧૫. પરાઘાતનામ, ૧૬. આનુપૂર્વનામ, ૧૭. ઉચ્છવાસનામ, ૧૮. આતપનામ, ૧૯. ઉદ્યોતનામ, ૨૦. વિહાયોગતિનામ, ૨૧. ત્રસનામ, ૨૨.
સ્થાવરનામ, ૨૩. બાદરનામ, ૨૪. સૂમનામ, ૨૫. પર્યાતનામ, ૨૬. અપર્યાપ્ત નામ, ૨૭. પ્રત્યેકનામ, ૨૮. સાધારણનામ, ૨૯ સ્થિરનામ, ૩૦. અસ્થિરનામ, ૩૧. શુભનામ, ૩ર. અશુભનામ, ૩૩. સુભગનામ, ૩૪. દુર્ભાગનામ, ૩૫. સુસ્વરનામ, ૩૬. દુઃસ્વરનામ, ૩૭. આદેયનામ, ૩૮. અનાદેયનામ, ૩૯. યશકીર્તિનામ, ૪૦. અપયશકીર્તિનામ, ૪૧. નિર્માણનામ, ૪૨. તીર્થંકરનામ. (૧૨૬૨ થી ૧૨૬૬)
गइ होइ चउप्पयारा जाईवि य पंचहा मुणेयव्वा । पंचय हुति सरीरा अंगोवंगाई तिन्नेव ॥१२६७॥ छस्संघयणा ६ जाणसु संठाणा विय हवंति छच्चेव ६ । वन्नाईण चउकं ४ अगुरुलहु १ वघाय १ परघायं १ ॥१२६८॥ अणुपुव्वी चउभेया ४ उस्सासं १ आयवं १ च उज्जोय १ । सुह असुहा विहग गई २ तसाइवीसं च २० निम्माणं ॥१२६९।। तित्थयरेणं सहिया १ सत्तट्ठी एव हुँति पयडीओ ६७ । संमामीसेहिं विणा तेवन्ना सेस कम्माण ॥१२७०॥ एवं वीसुत्तर सयं १२० बंधे पयडीण होइ नायव्वं । बंधण संघाया वि य सरीर गहणेण इह गहिया ॥१२७१॥
ચાર પ્રકારે ગતિ, પાંચ પ્રકારે જાતિ, પાંચ શરીર, ત્રણું અંગોપાંગ છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણ વિગેરે ચાર, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ચાર આનુપૂર્વી, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભ-અશુભ વિહાગતિ, વસ વિગેરે વીસ, નિર્માણ, તીર્થકર નામ સહિત સડસઠ (૬૭) પ્રકૃતિ થાય છે. સમકિત અને મિશ્રમેહનીય બાકીના કમની તેમ્પન (૫૩) પ્રકૃતિએ ગણતા એકસે વીસ પ્રકૃતિ બંધમાં થાય છે. એમ જાણવું. અહીં શરીરના ગ્રહણ વડે બંધન અને સંઘાતનનું પણ ગ્રહણ થયું છે.
હવે ગતિ વિગેરે ભેદના જે નરકગતિ વિગેરે પેટભેદ પણ ગણવામાં આવે તો નામકર્મના સડસઠ ભેદ થાય છે. તે સડસઠ (૬૭) ભેકે આ પ્રમાણે છે.