________________
૨૧૪ જીવ સંખ્યા કુલક
३०७ પ્રકારે જી થયા. એ સાતેના પર્યાય અને અપર્યાપ્ત ભેદો ગણતા ચૌદ પ્રકારે છે થાય છે. (૧૨૩૯)
चउदसवि अमलकलिया पनरस तह अंडगाइ जे अट्ठ । ते अपज्जत्तगपजत्तभेयओ सोलस हवंति ॥१२४०॥ આ જ ચૌદ ભેદોમાં મલ રહિત સિદ્ધ છ ઉમેરતા પંદર પ્રકાર થાય.
સ્વાભાવિક નિર્મળ સ્વરૂપવાળા જીવને મલિન કરનાર હોવાથી આઠ પ્રકારના કર્મરૂપી મેલ જેમનો નાશ પામે છે, તે અમલ છે એટલે સિદ્ધના જેવો છે.
આગળ કહેલ અંડજ, રસજ વિગેરે આઠ પ્રકારના જીના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદે ગણુતા સોલ પ્રકારો થાય છે. (૧૨૪૦)
सोलसवि अकायजुया सतरस नपुमाइ नव अपज्जत्ता । पज्जत्ता अट्ठारस अकम्म जुअ ते इगुण वीस ॥१२४१॥ આજ સેલ પ્રકારોને શરીર રહિત સિદ્ધો સહિત ગણતા સત્તર પ્રકારે જ થાય છે.
આગળ કહેલા નપુંસક વિગેરે નવ પ્રકારના ભેદ એટલે નારકે નપુંસકરૂપે. તિર્યંચ-સ્ત્રી, પુરુષ, નપુંસકરૂપે, મનુષ્ય-સ્ત્રી, પુરુષ, નપુંસકરૂપે તથા દેવો-સ્ત્રી-પુરુષવેદરૂપે નવે પ્રકારના જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદરૂપે ગણતા અઢાર ભેદો થાય છે.
આ જ અઢાર ભેદે કર્મ રહિત સિદ્ધ સહિત ગણતા ઓગણીસ ભેદે થાય છે. (૧૨૪૧)
पुढवाइ दस अपज्जा पज्जत्ता हृत्ति वीस संखाए । अशरीरं जुएहिं तेहिं वीसई होइ एगहिया ॥१२४२॥
આગળ જે પૃથ્વીકાય વિગેરે દસ પ્રકારના જીવે કહ્યા છે, તે જ દસ પ્રકારોને પર્યાપ્ત અપર્યાપ્ત-એમ બે—બે ભેદે ગણતા વીસ ભેદ થાય છે.
તથા આ પૃથ્વીકાય વિગેરે વિસ ભેદોમાં અશરીરી સિદ્ધોને ઉમેરતા જના એકવીસ ભેદો થાય છે. (૧૨૪૨)
सुहुमियर भूजलानल वाउ वणाणत दस सपत्तेआ । बिति चउ असन्नि सन्नी अपज पञ्जत्त बत्तीसं ॥१२४३॥
સૂમ-બાદર પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, અનત વનસ્પતિકાય, એ દસ ભેદ તથા પ્રત્યેકવનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરક્રિય, અસંસી–સંજ્ઞી પંચેન્દ્રિય આ દરેકના પર્યાપ્તા-અપર્યાપ્ત ભેદે ગણુતા બત્રીસ ભેદે થાય.