________________
૩૦૫
૨૧૪, જીવ સંખ્યા કુલક
अहव तिवेयअवेयसरुवओ वा हवंति चत्तारि ४ । एगबितिचउपणिदियरुवा पंचप्पयारा ते ॥१२३४॥
અથવા ત્રણ વેદ અને અવેદી એમ ચાર પ્રકારે જીવો છે. વેદ, પુરુષવેદ, નપુસકેદ અને જેમને વેદ ઉપશમી ગયો છે અથવા ક્ષય થયે છે એવા અનિવૃત્તિ બાદર વિગેરે ગુણઠાણાવાળા સંસારી છે તેમજ સિદ્ધો-એમ ચાર પ્રકારે જીવે છે.
એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય-એમ પાંચ પ્રકારે છે છે. (૧૨૩૪)
एए च्चिय छ अणिदियजुत्ता ६ अहवा छ भूजलग्गिनिला । वणतससहिया ६ छप्पिय ते सत्त अकायसंबलिया ॥१२३५॥
આ એકેન્દ્રિય વિગેરે પાંચને અનિનિય સાથે ગણતા છ પ્રકારના જ થાય છે. જેમને ઈન્દ્રિયે નથી તે અનિદ્રિય એટલે સિદ્ધો.
અથવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના ભેદ છ પ્રકારે જીવે છે.
આગળ કહેલ પૃથ્વીકાય વિગેરે છ પ્રકારના જીવને અકાય સાથે ગણતા સાત પ્રકારે જ થાય છે. પાંચ પ્રકારમાંથી એક પણું શરીર જેને ન હોય તે અકાય એટલે સિદ્ધો. (૧૨૩૫)
अंडय १ रसय २ जराउय ४ संसेयय ४ पोयया ५ समुच्छिमया ६ । उब्भिय ७ तहोववाइय ८ मेएणं अट्टहा जीवा ॥१२३६॥
અંડજ, રસજ, જરાયુજ, સંવેદજ, પિતજ, સમુચ્છિમ, ઉભિન્ન, તથા ઔપપાતિક એમ આઠ ભેદે જીવે છે.
અંડજ વિગેરે આઠ પ્રકારે જીવે ય છે.
૧. તેમાં ઈડામાંથી ઉત્પન્ન થયેલા તે અંડજ. જેમ કે પક્ષીઓ, ગળી, માછલી, સાપ વિગેરે.
૨. રસથી ઉત્પન્ન થયેલા રસજ. જેમ કે છાસ, ઓસામણ, દહિ, કાંજી વિગેરેમાં પિરા કે કૃમિ આકારના અતિસૂક્ષમ છવ વિશે ઉત્પન્ન થાય છે.
૩. જરાયુજ એટલે ગર્ભ વીંટવાથી ઉત્પન્ન થયેલા અથવા જરાયુથી વીંટળાયેલા જે છો તે જરાયુજ. જેમકે માણસે, ગાય, ભેંસ વિગેરે. ૩૯