________________
૩૦૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ મહાકાળનિધિમાં જુદા-જુદા ભેદવાળા લેખંડની ખાણ, સેનું રૂપું, ચંદ્રકાંત વિગેરે મણિ, મોતી, સ્ફટિક વિગેરે શિલાઓ, વિદ્ગમ એટલે પરવાળાની (પ્રવાલની) ખાણની ઉત્પત્તિ કહી છે. (૧૨૨૫) ૮. માણવકનિધિ -
जोहाण य उप्पत्ती आवरणाणं च पहरणाणं च । सव्वा य जुद्धनीई माणवगे दंडनीई य ॥१२२६॥
માણવકનિધિમાં શૂરવીર પુરુષે, ઢાલ, બખ્તર વિગેરેની, તલવાર વિગેરે શની જ્યાં જે પ્રમાણે ઉત્પત્તિ હોય છે, તે તે પ્રમાણે કહેવાય છે. તથા વ્યુહરચના વિગેરે દરેક પ્રકારની યુદ્ધનીતિ સામ વિગેરે ચાર પ્રકારની દંડનીતિ કહી છે. (૧૨૨૬) ૯, શંખમહાનિધિ - नट्टविही नाडयविही कव्वस्स चउन्विहस्स निप्फत्ती । संखे महानिहिम्मि उ तुडियंगाणं च सम्वेसि ॥१२२७॥
શંખ મહાનિધિમાં બધા પ્રકારની નર્તન વિધિ એટલે દરેક પ્રકારના નાચ-નૃત્ય કરવાના પ્રકારે, અભિનય કરવા ગ્ય પ્રબંધના વિસ્તારરૂપ બધા પ્રકારની નાટક. વિધિ તથા ધર્મ-અર્થ-કામ અને મોક્ષરૂપ ચાર પુરૂષાર્થની ગુંથણરૂપ ચાર પ્રકારના કાવ્ય અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સંકીર્ણ-રૂપ ચાર ભાષામાં ગુંથાયેલા ચાર પ્રકારના કાવ્ય ગદ્ય, પદ્ય, ગેય, ચૌણ પદ બદ્ધ ચાર પ્રકારના કાવ્ય તથા બધા પ્રકારના ત્રુટિત એટલે વાજીત્રની ઉત્પત્તિ કહેલ છે.
બીજા આચાર્યો “ઉપરોક્ત પદાર્થો બધી નવેનિધિઓમાં સાક્ષાત પદાર્થરૂપે જ ઉત્પન્ન થાય છે.” એમ વ્યાખ્યા કરે છે. (૧૨૨૭) હવે નવે નિધિઓનું સામાન્યથી સ્વરૂપ કહે છે.
चक्कट्ठपइट्ठाणा अट्ठस्सेहा य नव य विक्खंभे । बारस दीहा मंजूससंठिया जण्हवीएँ मुहे ॥१२२८॥
નવે નિધિઓ આઠ ચક્ર એટલે પિડા પર રહેલી, આઠ યોજન ઊંચી, નવ જન પહેળી, બાર એજન લાંબી, મંજુષા એટલે પેટી આકારની, ગંગાના મુખ આગળ રહેલી છે.
નવે નિધિઓ દરેક આઠ પૈડાઓ પર રહેલી છે. તે આઠ જન ઊંચી, નવ જન પહોળી, બાર એજન લાંબી પેટીઓના આકારે છે અને તે હંમેશા ગંગાનદીના સુખ આગળ રહે છે.