________________
૨૮૪
' પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કાળવાદીઃ જીવ છે. સ્વતઃ છે. કાળથી છે અને નિત્ય છે. એ પહેલે ભાંગે થ. આ ભાંગાને ભાવાર્થ કહે છે. આ જગતમાં જીવ આત્મા છે. આ જીવ આત્મા સ્વતઃ સ્વરૂપથી ખરેખર વિદ્યમાન છે અને તે પોતાના સ્વરૂપથી છે. હ્રસ્વત્વ-દીર્ઘતવની જેમ પરની અપેક્ષાથી નથી. વળી નિત્ય શાશ્વત છે, પણ ક્ષણિક નથી. કારણ કે આગળ પાછળના સમયે હંમેશા રહેલો હોવાથી, આ જીવ આત્મા છે.
સ્વતઃ એટલે સ્વરૂપે છે. કાળવાદીના મતે, કાળવાદીઓ તે જાણવા કે જેઓ આખું જગત કાળવડે કરાયેલું છે એમ માને છે અને તેઓ એમ કહે છે કે,
કાળ વગર આંબે, ચંપ, અશોક વગેરે ઝાડ ઉપર ફૂલ તથા ફળોની ઉત્પત્તિની પરંપરા ચાલતી નથી. વળી હિમકણ યુક્ત ઠંડી પડવી. નક્ષત્ર ઊગવા, ગર્ભધાન થવું. વરસાદ પડે વગેરે ઋતુઓને વિભાગ કાળ વગર થતું નથી. તેમજ બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, શરીર પર કરચલી પડવી, સફેદ વાળ આવવા વગેરે અવસ્થાઓ કાળ વગર થતી નથી. કેમકે આ બધીયે વસ્તુઓ અમુક ચોક્કસ કાળ વિભાગમાં પ્રાપ્ત થાય છે. જિ કાળ વિભાગ ન હોય, તે બધીય અવ્યવસ્થા થઈ જાય જે આપણને ઈચ્છિત કે માન્ય નથી. તથા લેકમાં પણ મગ વગેરેનું પાકવું એટલે રંધાવું પણ કાળ વગર થતું દેખાતું નથી. પરંતુ કાળક્રમે થાય છે. જે કાળ વગર થતું હોય તે વાસણ, થાળી, ઇધન, અગ્નિ વગેરે સામગ્રીના મળવા માત્રથી કે સંપર્ક થવાથી પ્રથમ સમયમાં મગ વગેરે પાકી જવાને (રંધાઈ જવાને) પ્રસંગ આવશે. પણ તે પ્રમાણે પ્રથમ સમયે રંધાવાનું થતું નથી. માટે જે કંઈ કરાયું છે. તે બધું કાળવડે જ કરાયેલ છે. કહ્યું છે કે, કાળ વિના ગર્ભ—બાલ્યાવસ્થા, યુવાન વિગેરે કાંઈપણ થતું નથી માટે જે કાંઈ લકમાં થાય છે. તે બધાનું ખરેખર કારણ કાળ છે.
થાળી વગેરે સામગ્રીને સંપર્ક હોવા છતાં પણ કાળ વગર મગ વગેરે રંધાવાનું દેખાતું નથી. તેથી આ કાળથી થાય છે એમ માનવું.
હવે બીજો ભાગે આ પ્રમાણે છે. ૨. જીવ છે. સ્વથી છે, અનિત્ય છે, કાળથી છે? એમ ઉપર કહ્યા પ્રમાણે પરતઃ પણ બે ભાંગ કરવા તે આ પ્રમાણે ૩. “જીવ છે. પરથી છે. નિત્ય છે. કાળથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. કાળથી છે.
બધાય પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન પરપદાર્થના સ્વરૂપની અપેક્ષાએ થાય છે. જેમ દીર્ઘત્વની અપેક્ષાએ હ્રસ્વત્વનું જ્ઞાન થાય છે અને સ્વત્વની અપેક્ષાએ દીર્ઘવનું જ્ઞાન થાય છે. એમ આત્માનું જ્ઞાન થાંભલા, ઘડા વગેરેને જોઈને (વિચારીને) તેના સિવાયની ચીજોમાં આત્માની બુદ્ધિ એટલે જ્ઞાન થાય છે. આથી આત્માનું જ સ્વરૂપ છે તે પરથી જ જણાય છે. સ્વથી નહીં. આગળ “સ્વથી જ પદ વડે પ્રાપ્ત થયેલા બે