________________
૧૮૭. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, અને વૈમનિક દેવાની સ્થિતિ.
૨૫૯
ચમર અને ખલિ સિવાયના બાકીના નાગકુમાર વગેરે નવ નિકાયના ધરણેન્દ્ર વગેરે ઇંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ગ્રંથકાર કહે છે.
દક્ષિણ દિશાના નાગકુમાર વગેરે નવનિકાયના અધિપતિ ધરણે દ્ર વગેરે નવ ઇંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દાઢ પલ્યાપમ છે. ઉત્તરદિશાના નાગકુમાર વગેરે નવનિકાયના ભૂતાન દ વગેરે નવ ઈંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કઈક ન્યૂન એ પલ્યાપમ છે. ઉત્તર શિામાં રહેલા આ ઈન્દ્રો સ્વભાવથી જ શુભ અને દીર્ઘાયુષી હોય છે. દક્ષિણ દિશામાં રહેલા એનાથી વિપરીત હેાય છે. (૧૧૩૮)
ભવનપતિદેવાનું ઉત્કૃષ્ટાચુ કહ્યું. હવે ભવનપતિ અને વ્યંતરદેવીઓનું ઉત્કૃષ્ટ આયુ કહે છે. अद्भुड अद्धपंचमपलिओम असुरजुयलदेवीणं ।
सेसवणदेवयाण य देसूणपलियमुकोसं ॥ ११३९॥
અસુર યુગલદેવીઓનું સાડા ત્રણ અને સાડા ચાર પલ્સેપમ આયુષ્ય છે બાકીની નવનિકાયની દેવી અને વ્યંતરદેવીઓનુ દેશાન એક પલ્યાપમ અને અડધે પલ્યાપમ આયુષ્ય છે.
અસુરાના ઇન્દ્ર, ચમરેદ્ર અને મલીંદ્ર એ બેની દેવીઓનુ ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે આ પ્રમાણે છે. ચમરેન્દ્રે દેવીએનું સાડા ત્રણ પત્યેાપમ છે અને ખલીન્દ્રદેવીઓનું સાડાચાર પડ્યેાપમ છે.
બાકીના નાગકુમાર વગેરે નવનિકાયના ઉત્તરદિશાના-ઈં દ્રોની દેવીઓનું તથા વ્યંતરાની ઉત્તર દક્ષિણ દિશાની દેવીઓનું તથા નાગકુમાર વગેરેના નવિનકાયના દક્ષિણ દિશાના ઈંદ્રોની દેવીએનુ. અનુક્રમે ઉત્કૃષ્ટ આયુષ્ય કઈક ન્યૂન એક પલ્યાપમ અને અડધા પલ્યાપમ છે. આના ભાવાથ એ છે.
ઉત્તરદિશાના નાગકુમારના ઈંદ્રોની દેવીઓનુ ઉત્કૃષ્ટ આયુષ્ય ઈંશાન પળ્યેાપમ એટલે એક પત્યેાપમમાં થાડા ભાગ એ છે.
દક્ષિણદિશાના નવનિકાયના ઈંદ્રોની દેવીએનું તેમજ દક્ષિણ અને ઉત્તરદિશાના વ્યંતર ઈંદ્રોની દેવીઓનુ ઉત્કૃષ્ટ આયુ અડધા પલ્યાપમ છે.
હવે કેટલાક વ્ય'તરદેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય શ્રી ઠ્ઠી વૃત્તિીર્તિવુદ્ધિચઃ પોષમસ્થિતચઃ એવા વચના સાંભળી એક પાપમની સ્થિતિ કહે છે. તે તેમની આગમની અજ્ઞાનતાના વિલાસ છે. કેમકે પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે,
वाणमंतरीणं भंते केवइकालं ठिई पन्नता ? गोयमा ! जहन्नेणं दसवास सहस्साइं उक्कोसेणं અદ્વપત્તિોત્રમનું ' • હે ભગવત ! વાણવ્યંતરીઓની કેટલી સ્થિતિ એટલે આયુષ્ય છે ? હે ગૌતમ! જધન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અડધા પલ્યાપમ છે, ’