________________
૧૮૨. નરકમાં કેની તેની ઉત્પત્તિ अस्सन्नी खलु पढमं दोचं च सरिसिवा तइय पक्खी । सीहा जति चउत्थि उरगा पुण पंचमि पुढवि ॥१०९१॥ छट्टि च इत्थियाओ मच्छा मणुया य सत्तमि पुढवि । एसो परमुववाओ बोद्धव्वो नरयपुढवीसु ॥१०९२॥
અસંસી છો પહેલી નરકમાં જાય છે, સરિસૃપે બીજી નરક સુધી જાય છે, પક્ષીઓ ત્રણ નરક સુધી જાય, સિંહ ચાર સુધી, સાપ પાંચ પૃથ્વી સુધી, સ્ત્રીઓ છ નરક સુધી જાય છે અને સાતમી પૃથ્વીમાં મનુષ્ય અને માછલા જાય છે. આ પ્રમાણે નરક પૃથ્વીઓમાં ઉત્કૃષ્ટ ઉપપાત એટલે ઉત્પત્તિ જાણવી.
અસંજ્ઞી એટલે સંમૂછિમ પંચેન્દ્રિયે જ પહેલી નરક પૃથ્વી સુધી જાય છે. અસંશીઓ પહેલી નરક પૃથ્વી સુધી જ જાય છે. તેનાથી આગળ નહીં. અસંજ્ઞીએ જ પહેલી નરકમાં જાય એ નિયમ નથી. પરંતુ ગર્ભજ સરિસૃપ વગેરે તેમજ આગળની છ નરકમાં જનારાઓ પણ ત્યાં પહેલી નરકમાં જાય છે.
આ પ્રમાણે આગળ પણ અવધારણરૂપે “જ” કારની વિચારણા કરવી. અહીં અસંસીરૂપે સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચે જાણવા, કેમકે સંમૂચ્છિમ મનુષ્ય તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામતા હોવાથી, નરકગમનને અભાવ છે. તે નરકમાં પણ અસંજ્ઞાઓ પલ્યોપમના અસંખ્યાતા ભાગના આયુષ્યવાળા જ થાય છે. કહ્યું છે કે, અસંજ્ઞીએ નરકાયુષ્ય બાંધતા જઘન્યથી દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમા ભાગનું બાંધે છે.
બીજી નરક પૃથ્વી સુધી જ સરિસૃપ એટલે ગર્ભજ ભુજપરિસર્પો, ઘે, નેળિયા વગેરે જાય છે. બીજી પૃથ્વીથી આગળ ન જાય. આ પ્રમાણે ત્રીજી પૃથ્વી સુધી ગર્ભ જ ગીધ વગેરે પક્ષીઓ જાય છે. જેથી નરક સુધી સિંહ, ઉપલક્ષણથી જ ગર્ભજ ચતુષ્પદે જાય છે. પાંચમી નરક સુધી ગર્ભજ ઉર પરિસર્યો સાપ વગેરે જાય છે. છઠ્ઠી નરક સુધી મહારંભાદિ યુક્ત સ્ત્રીરત્ન વગેરે જાય છે. સાતમી નરક સુધી ગર્ભજ માછલા વગેરે જળચર અને મનુષ્ય, જે અતિક્રાધ્યવસાયવાળા મહાપાપ કરવાવાળા હેય, તે જાય છે. આ જીવ વિશેષ ભેદે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ નરકમાં જાણવી. જઘન્યથી બધા ની રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ઉત્પત્તિ જાણવી. જઘન્યથી ઓગળ પિતપોતાના ઉત્કૃષ્ટ ઉત્પત્તિસ્થાન પહેલામાં જે ઉત્પત્તિ થાય, તે મધ્યમ ઉ૫પાત જાણ. (૧૦૯૧-૧૯૯૨)