________________
પ્રમાણે
૧૭૪. નરકવેદના
૨૨૫ આગમોમાં નારકેને ભૂખ, તરસ, ખંજવાળ, પરવશતા, તાવ, દાહ, બળતરા, ભય, શેક વિગેરે બીજી પણ પીડા સંભળાય છે. તે ૨
હંમેશા નાશ ન પામે એવી ભૂખરૂપી અગ્નિથી બળતા શરીરવાળા હોય છે. જે ભૂખ આખા જગતમાં રહેલા સારી ચિકાશવાળા ઘી વિગેરે મુદ્દગલોને આહાર કરવા છતાં પણ શાંત ન થાય.
તરસ પણ હમેશા ગળું, હેઠ, તાળવું, જીભ વિગેરેને સૂકવી નાખતી અને સમસ્ત દરિયાના પાણી પીવા છતાં પણ શાંત ન થાય.
ખંજવાળ પણ છરી વિગેરેથી ખણવા છતાં પણ નાશ ન થાય. એ પ્રમાણે–
પરવશતા, તાવ, દાહ-બળતરા, ભય, શેક વિગેરે પણ અહીં કરતાં અનંતગુણ પીડા હોય છે.
નારકને જે અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય, તે પણ તેમને દુખના કારણરૂપે થાય છે. તેઓ દૂરથી જ ઉપર-નીચે કે તિચ્છ ભાગથી હંમેશા દુઃખના કારણોને આવતા જુએ છે. જેઈને ભયથી કંપતા શરીરવાળા ઉદ્વેગથી ઉભા રહે છે. આ બધી ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થયેલ દુઃખ પીડા છે.
હવે પરસ્પરે ઉદીરેલી વેદના કહે છે.
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિએમ બે પ્રકારે નારક છે. એમાં જે મિથ્યાષ્ટિઓ છે, તે મિથ્યાજ્ઞાનથી લેપાયેલ ચિત્તવાળા પરમાર્થને ન જાણતા એકબીજાને દુઓની ઉદીરણ કરે છે. જ્યારે સમ્યક્રષ્ટિ વિચારે કે અમે પૂર્વભવમાં કરેલ કેઈક જીવહિંસા વિગેરે પાપના કારણે ઘણું દુઃખરૂપ સમુદ્રમાં પડ્યા છીએ એમ વિચારતા બીજાએ કરેલ દુઓને સારી રીતે સહે છે. પણ બીજાઓને દુઃખ પમાડતા નથી, પીડા કરતા નથી. કારણ કે પિતાના કર્મોને વિપાક જોયેલું હોવાથી તેઓ મિથ્યાષ્ટિઓથી અધિકતર દુઃખી આગમમાં કહ્યા છે. કારણ કે ઘણું માનસિક દુઃખવાળા સંભવે છે.
જે મિથ્યાદષ્ટિએ છે તેઓ પરસ્પર એકબીજાને ઉદીરે છે. તે આ પ્રમાણે
જેમ આ જગતમાં બીજા ગામમાંથી કેઈ નવા કૂતરાને આવતે જઈ તે ગામમાં રહેલ કૂતરાઓ તે કૂતરા ઉપર કોઈવાળા થાય છે અને નિદર્યપણે પરસ્પર પ્રહાર કરતા લડે છે. તેમ નારકે પણ વિર્ભાગજ્ઞાનના બળે દૂરથી જ એકબીજાને જોઈ ક્રોધાંધ થઈ ભયાનક વૈકિયરૂપ બનાવી પિત–પતે જાતે જ નરકાવાસમાં ક્ષેત્રના પ્રભાવથી થયેલ પૃથ્વી પરિણામરૂપ શૂળ, શિલા, મુદગર, ભાલે, તેમર, તલવાર, લાકડી, પરશુ એટલે કુહાડી વિગેરે વૈકિય શસ્ત્રો લઈ, તે શસ્ત્રોવડે હાથ–પગ-દાંતવડે એકબીજાને હણે છે. તથા પરસ્પર ઘા કરવાથી વિકૃત અંગવાળા તેઓ રડતા-રડતા તીવ્ર દુખવાળા કતલખાનામાં રહેલા પાડા વિગેરેની જેમ લેહીના કાદવમાં આળોટે છે. આવી રીતની પરસ્પદીરિત દુખવેદના છે. ૨૯