________________
૨૧૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આ લોકમાં એક સમયમાં જેટલા જીવો સૂક્ષમ અગ્નિકાયમાં પ્રવેશ કરે છે, તે અસંખ્યાત લોકના પ્રદેશ સમાન અસંખ્યાતા છે.
આ જગતમાં એક સમયે જે પૃથ્વીકાય વિગેરે જી, સૂક્ષમ નામકર્મના ઉદયવાળા સૂક્ષ્મ અગ્નિકાયના જીવનમાં પ્રવેશે એટલે ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થનાર જી અસંખ્યાતા થાય છે. અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ આ અસંખ્યાત જાણવું.
અહીં વિજાતિય જીવનું બીજી જાતિરૂપે ઉત્પત્તિ તે પ્રવેશ કહેવાય. પ્રજ્ઞપ્તિ (ભગવતિ) સૂત્રમાં પ્રવેશ શબ્દનો આ પ્રમાણે અર્થ કહેલ છે, તેથી જે જીવ પૃથ્વીકાય વિગેરે બીજી કારમાંથી તથા બાદર અગ્નિકાયમાંથી નીકળી, સૂક્ષમ તેઉકાયરૂપે ઉત્પન્ન થાય, તે જીવે અહીં લેવા. પરંતુ જે પહેલાં ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ તેઉકાયે છે તેઓ જ મરીને ફરીવાર તે સૂક્ષમ અગ્નિકાયના પર્યાયરૂપે ઉત્પન્ન થાય તે અહીં ન લેવા કારણ કે તેઓએ આગળથી તેમાં પ્રવેશ કરેલ છે, આથી એક સમયે ઉત્પન્ન થયેલ સૂક્ષમ અગ્નિકા સહુથી થોડા છે. (૧૦૫૦)
ततो असंखगुणिया अगणिकाया उ तेसि कापयठिइ । तत्तो संजम अणुभाग बंध ठाणाणिसंखाणि ॥१०५१।।
તે એક સમયે પ્રવેશીત સૂક્ષ્મ અગ્નિકાયથી અસંખ્ય ગુણ અગ્નિકાય જીવે છે અને તેનાથી તેમની કાયસ્થિતિ અસંખ્ય ગુણ છે. તેનાથી અસંખ્ય ગુણ સંયમના સ્થાન તથા રસબંધના સ્થાને પરસ્પર તુલ્ય છે.
એક સમયમાં ઉત્પન્ન થયેલા સૂક્ષમ અગ્નિકાય જીવોથી અસંખ્યાત ગુણ આગળ ઉત્પન્ન થયેલ સૂક્ષમ અગ્નિકાય જીવો છે. તે આ રીતે છે.
ઉત્પન્ન થયેલ એક સૂક્ષમ અગ્નિકાયનો જીવ, અંતમુહૂર્ત આવે છે કારણ કે તેમનું આયુષ્ય એટલું જ હોય છે. તે અંતર્મુહુર્તમાં જે સમયે છે, તે દરેક સમયમાં અસંખ્યાત
કાકાશના પ્રદેશ પ્રમાણ સૂક્ષમ અગ્નિકાય જીવ ઉત્પન્ન થાય છે. આથી નકકી થયું કે એક સમયે ઉત્પન્ન થયેલ સૂક્ષમ અગ્નિકાયિકેથી પૂર્વમાં ઉત્પન્ન થયેલા બધા સૂક્ષમ અગ્નિકાયિકે અસંખ્યાત ગુણ છે.
પૂર્વોત્પન બધા સૂક્ષમ અગ્નિકાયિકેથી દરેકની કાયસ્થિતિ એટલે વારંવાર તે કાયમાં જ ઉત્પન્ન થવારૂપ કાયસ્થિતિ અસંખ્યાત ગુણ છે. કારણ કે એક–એક સૂક્ષ્મ અગ્નિકાયની અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણું પ્રમાણ કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી જણાવેલ છે. તે કાયસ્થિતિથી પણ સંયમ સ્થાનો અને અનુભાગ એટલે રસબંધના સ્થાને એ બંને અસંખ્યાતગુણ છે. કારણ કે કાયસ્થિતિમાં અસંખ્યાતા સ્થિતિબંધ છે. અને એક-એક સ્થિતિબંધમાં અસંખ્યાત અનુભાગ બંધના સ્થાને છે. સંયમ સ્થાને પણ અનુભાગ બંધના સ્થાનોના જેટલા જ સમાન છે. આથી તે સંયમ સ્થાનેનું ગ્રહણ કર્યું છે. એમનું સ્વરૂપ આગળ કહીશું.