________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
અવસર્પિણીની જેમ ઉત્સર્પિણીમાં પણ આ જ છ ભાગેા થાય છે. પર`તુ એના ક્રમની પરિપાટી આરાઓમાં પ્રતિલામથી એટલે ઉલટી રીતે જાણવી.
૨૦૪
આરાની અપેક્ષાએ વધતા જે કાળ તે ઉત્સર્પિણી અથવા આયુષ્ય વગેરે ભાવાને વધારનાર કાળ તે ઉત્સર્પિણી.
આ ઉત્સર્પિણીમાં પણ અવસર્પિણીના જ સુષમ સુષમા વિગેરે છ આરારૂપ કાળ વિભાગો છે. પરંતુ આરારૂપ વિભાગોમાં વિપરીત પરિપાટી એટલે વિપરીત ક્રમ જાણવા.
અર્થાત્ અવસર્પિણીમાં સુષમ-સુષમાથી લઈ દુષમ-દ્રુમા સુધી છ આરા કહ્યા છે. તે ઉત્સર્પિણીમાં દુષમ-દ્રુષ્ણમાથી લઈ સુષમ-સુષમા પયતના છ આરા થાય છે. આ પ્રમાણે વીસ કાડાકેાડી સૂક્ષ્મ અહ્વાસાગરોપમ પ્રમાણુ ખાર આરા થાય છે.
આ બાર આરારૂપ ઉત્સર્પિણી, અવસર્પિણીનું કાળચક્ર, પાંચ ભરત અને પાંચ ઐરવતમાં અનાદિ અનંતકાળથી ચાલે છે. જેમ રાત-દિવસની શરૂઆત કે અ`તમાં પ્રથમ રાત કે દિવસ તે જે કહી શકાતું નથી કેમકે રાત્રિ દિવસનુ ચક્ર અનાદિથી ચાલે છે, તેમ આ કાળચક્ર પણ અનાદિથી ચાલે છે. (૧૦૩૮)
૧૬૨. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ પુદ્દગલ-પરાવર્તન દ્વાર કહેવાય છે. ओसप्पिणी अनंता पोग्गलपरियडओ मुणेयव्वो ।
तेऽणता तीयद्धा अणागयद्धा अनंतगुणा ॥ १०३९।।
અન ́ત ઉત્સર્પિણી–અવસર્પિણી એ પુદ્ગલ પરાવત કાળ જાણવા, તે ભૂતકાળમાં અનંતી થઇ છે અને ભવિષ્યમાં અનંતગુણી થશે.
અન"તી ઉત્સર્પિણી અવસર્પિણીઓ એકત્રિત થવાથી પુદ્ગલ પરાવત કાળ જાણવા. ગાથામાં અવર્પિણી કહી છે તેના ઉપલક્ષણથી ઉત્સર્પિણી પણ જાણવી. તે પુદ્દગલ પરાવર્તી ભૂતકાળમાં અનતા થયા છે એટલે ભૂતકાળ અનંત પુદ્ગલ પરાવત સ્વરૂપ છે. અને ભવિષ્યકાળ અતિતકાલની અપેક્ષાએ અનંતગુણા છે.
પ્રશ્ન ઃ ભગવતી સૂત્રમાં “બળાયઢ્ઢાને તીઢાળો. સમયાયિ
“અનાગતકાળ અતિત કાળથી સમયાધિક છે.” એ પ્રમાણે સૂત્રમાં ભવિષ્યકાળ ભૂતકાળથી એક સમય અધિક છે, એમ કહ્યું છે તથા ભૂતકાળ અને ભવિષ્યકાળ અનાદિપણાથી અને અનંતપણાથી બંને સમાન છે, તે બેની વચ્ચે ભગવાનના પ્રશ્ન સમય
""