________________
છે .
૨૦૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ હવે સુષમ-સુષમા વિગેરે છ આરાઓનું પ્રમાણ કહે છે.
सुसमसुसमाएँ कालो चत्तारि हवंति कोडिकोडीओ। तिनि सुसमाएँ कालो दुन्नि भवे सुसमदुसमाए ॥१०३५॥ एका कोडाकोडी बायालीसाएँ जा सहस्सेहिं । वासाण होइ ऊणा दूसमसुसमाई सो कालो ॥१०३६।। अह दुसमाएँ कालो वास सहस्साई एकवीस तु । तावइओ चेव भवे कालो अइदूसमाएवि ॥१०३७॥ ૧. સુષમ સુષમા આરામાં ચાર કલાકેડી સૂક્ષમ અદ્ધાસાગરોપમ કાળ થાય છે. ૨. સુષમામાં ત્રણ કેડા-છેડી. ૩. સુષમદુષમમાં બે કેડાછેડી. ૪. દુષમ સુષમામાં બેંતાલીસ હજાર વર્ષ જૂની એક કડાકોડી સાગરોપમ. ૫. દુષમામાં એકવીસ હજાર વર્ષ. ૬. અતિ દુષમામાં તેટલો જ એટલે એકવીસ હજાર વર્ષને કાળ છે.
આ અવસર્પિણીકાળમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વિગેરે શુભભાવની પછી-પછી અનંતગુણ હાનિ થતી હોય છે. તે આ પ્રમાણે -
સુષમ-સુષમામાં મનુષ્યના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ અને આયુષ્ય ત્રણ–પલ્યોપમ, કલ્પવૃક્ષ વિગેરે શુભ પરિણામે પણ અનેક હોય છે.
સુષમામાં બે ગાઉનું શરીર, બે પલ્યોપમનું આયુ અને કલ્પવૃક્ષ વિગેરે શુભ પરિણામ પણ હીનતર હોય છે.
સુષમ-સુષમામાં એક ગાઉનું શરીર, એક પાપમનું આયુ અને કલ્પવૃક્ષ વિગેરે પરિણામે પણ હિનતમ હોય છે.
દુષમ-સુષમમાં પાંચસે ધનુષથી સાત હાથનું શરીર, આયુ પૂર્વ ક્રિોડ પ્રમાણુ, ક૫વૃક્ષ વિગેરે પરિણામ નાશ પામ્યા હોય છે.
દુષમામાં દેહમાન તથા આયુ અનિયત છે. જે શરૂઆતમાં સો વર્ષ ઉપરથી લઈ છેલ્લે વીસ વર્ષનું ઉત્કૃષ્ટ આયુ છે. શરીરની ઊંચાઈ પણ બે હાથની છે. ઔષધિની, વીર્યની પરિહાનિ અનંતગુણી છે.
અતિ દુષમામાં પણ શરીરની ઊંચાઈ વિગેરે બધું અનિયત છે. એક હાથ પ્રમાણ શરીર અને સોળ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સમસ્ત ઔષધિ વિગેરેને નાશ છે. આ પ્રમાણે આ આરાઓનું બીજું સ્વરૂપ સમય એટલે સિદ્ધાંતમાંથી જાણવું. (૧૦૩૫-૧૦૩૭)