________________
૧૯૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
હવે છેલ્લા ત્રણ મરણ કહે છે.
भत्तपइन्ना इंगिणि पायवगमणं च तिन्नि मरणाई । कन्नसमज्झिमजेट्ठा धिइसंघयणेण उ विसिट्ठा ॥१०१७।।
ભક્ત પરિઝામરણ, ઈગિનિમરણ, પાદપગમન એ ત્રણ મરણે ધૃતિ સંઘયણુમાં વિશિષ્ટતાના કારણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટરૂપે છે ૧૫. ભક્તપરિણામરણ:
ભક્ત એટલે ભજન, તેનું જે પરિજ્ઞાન એટલે જ્ઞાન તે પરિજ્ઞા. તે પરિજ્ઞા બે પ્રકારે છે. જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા, જ્ઞપરિઝાવડે અમે ભૂતકાળમાં અનેક પ્રકારનું ખાધું. ભોજન કર્યા અને આ કારણે બધું પાપ છે. એમ જે જ્ઞાન તે જ્ઞપરિણા અને “ચારે પ્રકારના અશન પાન વગેરે સર્વને અને જે બાહ્યઉપધિ તથા અત્યંતર ઉપધિને જાવજજીવ સુધી સિરાવે” આ પ્રમાણે આગમ વચનથી પ્રત્યાખ્યાન પરિઝાવડે ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહાર જાવજજીવ સુધી ત્યાગ કરવા રૂપ જે પ્રત્યાખ્યાન પચ્ચક્ખાણ તે ભક્તપરિજ્ઞા કહેવાય છે. ૧૬. ઈગિનીમરણ -
જે અનશનક્રિયામાં અમુક નકકી કરેલ જગ્યામાં જ, ચેષ્ટાક્રિયા કરે તે ઇગિની, ભક્તપરિજ્ઞા અનશનમાં ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પરચકખાણ હોય છે. અને શરીરની સેવા પોતે જાતે કરે અથવા બીજા પાસે પણ કરાવે. જ્યારે ઇંગિનમાં નિયમ ચારે આહારનો ત્યાગ હોય છે. અને બીજા પાસે સેવા પણ કરાવવાની નહીં, પિોતે જાતે નક્કી કરેલ ક્ષેત્રમાં સ્વયં પોતાની ઉદ્દવર્તનાદિ (પડખું બદલી બીજા પડખે સુવું વગેરે) ક્રિયારૂપ પરિકમે સમાધિ થાય તે રીતે કરે એટલે આ બે અનશનમાં તફાવત છે. ૧૭. પાદપોપગમન અરણ -
નીચે જમીનમાં ફેલાયેલા મૂળિયારૂપ પગ વડે પીએ તે પાઇપ એટલે ઝાડ-વૃક્ષ. ઉપશબ્દ તે ઉપમા અર્થમાં છે. અને સદેશતા એટલે સરખાપણુમાં પણ જોવાય છે. માટે ઝાડની જેમ સરખાઈ એટલે સદેશતા જેમાં પમાય, તે પાદપોપગમન, આને ભાવ આ પ્રમાણે છે.
- જેમ ઝાડ કેઈક સ્થળે કેઈક રીતે પડી ગયેલું આ સમ છે કે અસમ છે એમ ન વિચારતું નિશ્ચલ જ રહે છે, તેમ આ અનશની મુનિ ભગવંત પણ સરખી અસરખી જગ્યામાં અંગોપાંગ પહેલેથી જેમ પડયા હોય તેને તે પ્રમાણે જ રહેવા દે. તેને ત્યાંથી ખસેડે નહીં તે પાદપો પગમન અનશન છે. આવા પ્રકારના અનશનેથી ઓળખાતા. મરણને પણ એ પ્રમાણેના નામથી કહ્યા. આથી જ કહ્યું કે ત્રણ મરણે છે.