________________
૧૫૩
૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર ૭. વિસ્તારરુચિ :
दव्वाण सव्वभावा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहीहिं वित्थाररुई मुणेयव्वो ॥९५७॥
સર્વ પ્રમાણે વડે અને સર્વનયવિધિઓ વડે દ્રવ્યોના સભાને જેને પ્રાપ્ત કર્યા છે-જાણ્યા છે તેને વિસ્તાર રુચિ જાણુ.
ધર્માસ્તિકાય વગેરે બધાયે દ્રવ્યના પણ તથા તેના સર્વભાવ એટલે પર્યાને પ્રત્યક્ષ વગેરે બધાયે પ્રમાણે વડે જેને પ્રાપ્ત કર્યા છે. એટલે જે પ્રમાણને જ્યાં ઉપવેગ ( ગ) હોય, તે પ્રમાણ વડે જ પદાર્થ જાણે તથા નૈગમ વગેરે સર્વેનના ભેદવડે એટલે આ ભાવ આ નય વડે, આ ભાવ આ નયને ઇરછે છે એ રીતે સર્વ દ્રવ્ય-પર્યાને વિસ્તાર વડે જાણવાથી જેની રુચિ અતિ નિર્મલ થઈ હોય, તેને વિસ્તારરુચિ જાણ. (૫૭) ૮. કિયારુચિઃ
नाणे दसणचरणे तवविणए सव्वसमिइगुत्तीसु । जो किरियामावरुई सो खलु किरियारुई नाम ॥९५८॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સર્વસમિતિ, ગુપ્તિરૂપ ક્રિયાઓમાં ભાવથી રુચિ હેય તેને ક્રિયાચિ કહેવાય.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય તથા ઇસમિતિ વગેરે સમિતિ, મનગુપ્તિ વગેરે સર્વ ગુણિઓ, સત્ય એટલે નિરુપચરિત વાસ્તવિક સમિતિગુપ્તિ અથવા અવિસંવાદિ યોગરૂપ હોય તે સમિતિ ગુણિરૂપ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ એટલે જ્ઞાનાચાર વગેરે ક્રિયામાં ભાવથી જેને રુચિ હોય, તેને જ ક્રિયારૂચિસફત્વ કહેવાય.
અહીં તપ વગેરેનો ચારિત્રમાં અંતર્ભાવ થતું હોવા છતાં ફરીવાર વિશેષરૂપ લીધા છે. તે તપ વિગેરે મોક્ષના અંગ રૂપે છે એમ જણાવવા માટે લીધા છે. (૫૮) ૯. સંક્ષેપશ્ચિअणभिग्गहियकुदिट्ठी संखेवरुइत्ति होइ नायव्यो । अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु ॥९५९॥
અનભિગ્રહિત એટલે કુદર્શનને જેણે સ્વીકાર નથી કર્યો. તથા જિનપ્રવચનમાં અવિશારદ છે. અને બીજાઓ કપિલ વગેરેમાં પણ જે અનભિ. ગ્રહિત છે તે સંક્ષેપરુચિ જાણો. २०