________________
૧૪૭
૧૪૯ સમ્યક્ત્વના પ્રકાર
સિદ્ધાંતને મત આ પ્રમાણે છે. કેઈક અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ગ્રંથિ ભેદ કરી તેવા પ્રકારના તીવ્ર પરિણામવાળો અપૂર્વકરણ પર આરૂઢ થઈ મિથ્યાત્વ મિહનીયના ત્રણ પુંજ કરે છે. કહ્યું છે કે
“પુજ્વળ વિવુંs fમછi ળરુ કરવોવમયા” ત્યારપછી અનિવૃત્તિકરણના બળથી શુદ્ધપુંજના પુદ્ગલેને ભગવતે, ઓપશમિકસમ્યક્ત્વને પામ્યા વગર જ પ્રથમથી જ ક્ષપશમિક સમ્યગદૃષ્ટિ થાય છે. અને કેઈ જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણના ક્રમપૂર્વક અંતરકરણમાં પથમિક સમ્યકત્વ પામે છે. પરંતુ ત્રણ પુંજ કરેત જ નથી. ત્યાર પછી પથમિક સમક્તિથી પડી અવશ્ય મિથ્યાત્વે જ જાય છે.
પ્રશ્ન – પરામિક સમિતિમાં ક્ષાપશમિક સમ્યક્ત્વથી કઈ વિશેષતા છે? કેમકે બંનેમાં અવિશેષ એટલે સામાન્યથી ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ક્ષય અને અનુદયમાં રહેલનો ઉપશમ કહ્યો છે.
ઉત્તર – વિશેષતા છે. ક્ષાપશમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વને પ્રદેશદય હોય છે જ્યારે ઔપશમિક સમ્યકૃત્વમાં પ્રદેશોદય પણ તે નથી. બીજા આચાર્યો કહે છે કે, ' ઉપશમ શ્રેણીમાં રહેલ પશમિક સમકિતમાં પ્રદેશદય હોતું નથી પણ બીજા એટલે સમતિ પામતી વખતના પથમિક સમકિતમાં પ્રદેશદય નથી એમ નથી. છતાં પણ ત્યાં આગળ સમ્યક્ત્વના આશુઓના ભોગવટાને અભાવ એજ વિશેષતા છે. (૯૪૫) હવે કારક, રેચક, દીપક સમ્યકત્વ કમસર કહે છે. विहिआणुट्टाणं पुण कारगमिह रोयगं तु सद्दहणं । मिच्छद्दिट्ठी दीवइ जं तत्ते दीवगं तं तु ॥९४६॥
આગમેત અનુષ્ઠાન કરવું તે કારક. અને તેની સહયું એટલે શ્રદ્ધા કરવી તે રેચક, મિથ્યાષ્ટિ જે તત્ત્વને દિપાવે એટલે કહે તે દીપક સમકિત છે.
કારક-સમ્યકત્વ વિચારમાં આગમમાં વિહિત એટલે કહેલ જે અનુષ્ઠાન કરવું તે કારકસમ્યકત્વ કહેવાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે :- જે પરમવિશુદ્ધિરૂપ સમ્ભત્વ હતે છતે સૂત્રમાં જે પ્રમાણે અનુષ્ઠાન કહ્યું છે, તેને દેશ, કાળ, સંઘયણાનુસારે શક્તિ છુપાવ્યા વગર તે પ્રમાણે કરે. તેથી સદનુષ્ઠાનને કરાવે છે એટલે તે કારક કહેવાય. આ સમ્યકત્વ સાધુઓને જાણવું.
રેચક-શ્રદ્ધા માત્ર રૂ૫ રેચકસભ્યત્વ છે. આને ભાવ એ છે, કે જે સમ્યક્ત્વ સનુષ્ઠાનેને ફક્ત ચાડે જગમાડે જ પણ તે અનુષ્કાને કરાવે નહિ. તેવા પ્રકારની વિશુદ્ધિના સદ્દભાવથી આગમત અનુષ્ઠાન ગુમાવે તે રોચક કહેવાય. જેમ શ્રેણિક વગેરેને.