________________
૧૪૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ (૬) આત્માના મેક્ષને ઉપાય છે :- મોક્ષ એટલે નિવૃત્તિ. તેને ઉપાય એટલે સમ્યાધન. તે સમ્યફદશન–જ્ઞાન-ચારિત્ર મુક્તિના સાધકરૂપે ઘટે છે, તે આ પ્રમાણે - બધાયે કર્મોના બંધનનું કારણ મિથ્યાત્વ-અજ્ઞાન-જીવહિંસા વિગેરે છે. માટે તેના વિરેધીરૂપે સમ્યગદર્શન વિગેરેને અભ્યાસ પ્રવૃત્તિ સમસ્ત કર્મને ઉખેડવા સમર્થ છે જ. પરંતુ મિથ્યાદશનીઓએ કપેલા તે મુક્તિના ઉપાય હિંસાદિ દેષથી કલુષિત હોવાથી સંસારના કારણ છે, આપદ વડે મેક્ષના ઉપાયને અભાવ છે. એવું પ્રતિપાદન કરનારા દુર્નયનું ખંડન કરવામાં આવ્યું છે.
આત્મા છે વિગેરે આ છ પદે સમ્યકત્વના ૬ સ્થાને છે. આ છ સ્થાનની શ્રદ્ધા હોય, તે જ સમ્યક્ત્વ હોય છે. અહિ “આત્મા છે વિગેરે દરેક સ્થાનોની સિદ્ધિમાં ઘણું કહેવા જેવું છે. પણ ગ્રંથ ગહન (કઠીન રહસ્ય સભર) થવાના કારણે કહ્યું નથી. (૯૪૧)
૧૪૯ સભ્યત્વના પ્રકાર :एगविह १ दुविह २ तिविहं ३ चउहा ४ पंचविह ५ दसविहं ६ सम्म । दव्वाइ कारगाई उवसम भेएहि वा सम्म ॥ ९४२ ॥
એકવિધ, દ્વિવિધ, વિવિધ, ચતુર્વિધ, પંચવિધ, દસવિધ સમ્યક્ત્વ હોય છે. તે દ્રવ્ય, કારક, ઉપશમ આદિ ભેદેથી હેય છે.
એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે–એમ દશ પ્રકારે સમ્યક્ત્વ હોય છે.
તત્વાર્થ શ્રદ્ધારૂપ એક પ્રકારે સમ્યક્ત્વ છે જ્યારે દ્વિવિધ વિગેરે ભેદ જણાતા નથી માટે ગાથામાં જણાવ્યા છે.
બે પ્રકારે સમ્યકત્વ -
દ્રવ્યાદિ ભેદથી બે પ્રકારે છે. “દ્રવ્ય” શબ્દના સૂચન માત્રથી દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે.
તેમાં દ્રવ્યથી સમ્યત્વ તે વિશિષ્ટ વિશુદ્ધિ વડે વિશુદ્ધ કરેલા મિથ્યાત્વના જે પુદ્ગલ, તે દ્રવ્યસમકિત છે અને વિશિષ્ટ વિશુદ્ધિના આલંબને ઉત્પન્ન થયેલ જિનેશ્વર 'ભગવંતે કહેલ તત્વ ઉપર રુચિ, તે રૂપ જીવને પરિણામ, તે ભાવસમ્યક્ત્વ છે.
દ્વિવિધ સમ્યકત્વ અન્ય પ્રકારે પણ છે તે આ પ્રમાણે. : '! '' .'' . નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યત્વ, પિગલિકસમ્યકત્વ અને અપગલિકસમ્યકત્વ, નૈસર્ગિકસમ્યક્ત્વ અને અધિગમિકસમ્યત્વના ભેદથી પણ બે પ્રકારે છે. ' ' '' '' ૧. તેગાથામાં જણાવ્યું કહ્યું) નથી. તો પણ ઉપાધિભેદની વિવેક્ષા ન કરી હોવાથી સામાન્ય રૂપથી જણાય છે.