________________
૧૩૧.
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદ
(૧) શુશ્રષા (૨) ધર્મરાગ (૩) સમાધિ થાય તે પ્રમાણે ગુરુદેવેની વૈયાવચ્ચને નિયમ-એ ત્રણ સમ્યગદષ્ટિના લિગે છે.
(૧) શ્રષા -શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. સદ્દબોધ માટે સફળ કારણ રૂપ જે ધર્મશાસ્ત્ર શ્રવણની અભિલાષા તે શુશ્રુષા. તે ચતુરાઈ વગેરે ગુણયુક્ત યુવાન પુરુષ કિન્નરીના ગીતેને જે રાગપૂર્વક સાંભળે તેનાથી પણ અધિક રાગપૂર્વક સમકિતી. જિનવાણીને સાંભળે.
(૨) ધર્મરાગ મૃતધર્મ અને ચારિત્રધર્મએમ બે પ્રકારે ધર્મ છે. તેમાં શ્રુતધર્મ શુશ્રુષા૫દમાં આવી જતો હોવાથી અહીં ધર્મરાગપદથી ચારિત્રધર્મને રાગ જાણવો. તે તેવા પ્રકારના કર્મદિષથી ચારિત્રધર્મ પાળી ન શકાય તે પણ જંગલમાંથી આવતે દુખી, ભૂખથી દુર્બળ એવા બ્રાહ્મણની જે ઘેવર ખાવાની ઈચ્છા હોય, તેનાથી પણ વધુ ઇચ્છા આ ચારિત્રધર્મ માટે હોય છે.
(૩) યથાસમાધિ ગુરુદેવની વૈયાવચ્ચ-ગુરુ એટલે ધર્મોપદેશક આચાર્ય અને દેવ એટલે આરાધ્યતમ અરિહંતે, તે ગુરુદેવ.
અહીં દેવગુરુ ન કહેતા ગુરુ આગળ મૂકી ગુરુદેવ કહ્યું તે અમુક વિવક્ષાએ ગુરુએની પૂજ્યતા જણાવવા માટે છે. કેમકે ગુરુના ઉપદેશ વગર સર્વજ્ઞ ભગવંતની ઓળખાણ (જાણકારી) થતી નથી.
યથાસમાધિ એટલે સમાધાન એટલે સમાધિને ભંગ કર્યા વગર જે વૈયાવચ્ચ કરવી તે યથાસમાધિ.
વૈયાવચ્ચ એટલે તેમની સેવા-વિશ્રામણા-પૂજા વગેરેનો જે નિયમ એટલે અવશ્ય કરવાને સ્વીકાર કરે છે. આ ગુણે સમકિતની હાજરીમાં હોય છે.
આ સમ્યફદષ્ટિના એટલે ધર્મ અને ધર્મીનો અભેદ ઉપચાર હોવાથી સમ્મહત્વના લિંગો છે. એટલે આ શુશ્રુષા વગેરે ત્રણ લિગો વડે સમકિત ઉત્પન્ન થયું છે- એ નિશ્ચય થાય છે.
જે કે ઉપશાન્ત મેહ વગેરે જીવોને કૃતકૃત્ય હોવાથી શુશ્રુષા વગેરે સાક્ષાત્ ન જણાતા હોવા છતાં પણ ફળરૂપે તે હોય છે. ઉપશાંત વગેરે ભાવે શુશ્રુષાનું ફળ છે માટે. (૯૨૯)
દશ વિનય - अरहंत १ सिद्ध २ चेइय ३ सुए य ४ घम्मे य ५ साहुवग्गे य ६ । आयरिय ७ उवज्झाएसु ८ य पवयणे ९ दंसणे १० यावि ॥ ९३० ॥.. भत्ती पुया वन्नज्जलणं, वज्जणमवन्नवायस्स । आसायणपरिहारो, दंसणविणओ समासेणं ॥ ९३१ ।।