________________
૧૪૮. સમ્યવના સડસઠ ભેદ
૧૨૯ પ્રકરણાનુસાર આવતે સંજ્ઞા શબ્દ દરેકને જોડવાથી આહાર સંજ્ઞા વગેરેથી લઈને એuસંજ્ઞા સુધી પંદર સંજ્ઞાઓ થાય છે. તેમાં દશ સંજ્ઞાઓનું સ્વરૂપ આગળ કહ્યા પ્રમાણે જ જાણવું.
(૧૧-૧૨) શાતા-અશાતાના અનુભવરૂપ સુખ-દુખ સંજ્ઞા. (૧૩) મિથ્યાદર્શનરૂપ મેહસંજ્ઞા. (૧૪) ચિત્ત વિહુતિ એટલે ચિત્તની અસ્થિરતા (ચંચળતા)રૂપ વિચિકિત્સાસંજ્ઞા (૧૫) ક્ષમા વગેરેના સેવનરૂપ ધર્મસંજ્ઞા. આ સંજ્ઞાઓ વિશેષ સ્વીકાર્યા વગર એટલે સામાન્યપણે સર્વજીવને જાણવી.
આ સંજ્ઞાઓ કેઈક ગ્રંથમાં ચાર કહી છે. કેઈકે સ્થળે દશ પ્રકારે કહી છે. કેઈક જગ્યાએ પંદર પ્રકારે પણ કહી છે. તેથી કઈ કઈ સંજ્ઞાઓ વારંવાર કહેવાઈ હોય તે પણ પુનરુક્ત દેષની શંકા ન કરવી.
આચારાંગસૂત્રમાં વિપ્રલાપ એટલે રૂદનરૂપ અને વૈમનસ્ય (ઢીનતા)રૂપ શેકસંજ્ઞા નામની સોળમી સંજ્ઞા ઉમેરી સળ સંજ્ઞા કહી છે. (૯૨૫)
૧૪૮ સમ્યક્ત્વના સડસઠ ભેદ चउसदहण ४ तिलिंग ३ दसविणय १० तिसुद्धि ३ पंचगय दोसं ५ । अट्ठपभावण ८ भूसण ५ लक्खण ५ पंचविहसंजुत्तं ॥ ९२६।।' छविहजयणा ६ ऽऽगारं ६ छब्भावण ६ भावियं च छट्ठाणं ६ । इय सत्तयसद्विलक्खणभेय विसुद्धं च सम्मत्तं ॥ ९२७ ॥
ચાર શ્રદ્ધા, ત્રણલિંગ, દસ વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દેશ આઠ પ્રભાવના, પાંચ ભૂષણ, છ જયણું, છ આગાર, છ ભાવના, છ સ્થાન. આ સડસઠ લક્ષણેના ભેદોથી વિશુદ્ધ સમ્યક્ત્વ કહેવાય છે.
જેમાં ચાર શ્રદ્ધાન છે, તે ચાર સદુહણ એટલે ચાર શ્રદ્ધાન યુક્ત સમ્યકત્વ હેય છે. ત્રણ લિંગ, દશ વિનય અને ત્રણ શુદ્ધિ સહિત, પાંચ દેષ રહિત, આઠ પ્રકારની ભાવના, પાંચ પ્રકારના ભૂષણ અને પાંચ પ્રકારના લક્ષણોથી યુક્ત, છ યતન અને છ આગારથી યુક્ત છ પ્રકારની ભાવનાથી હમેંશા ભાવિત, છ સ્થાન યુક્ત એ પ્રમાણે ૬૭ (સડસઠ) લક્ષણના ભેદોથી વિશુદ્ધ પરમાર્થ થી સમ્યકત્વ હોય છે.
જેના વડે સમ્યહવને નિશ્ચય થાય, તે શ્રદ્ધા વગેરે લક્ષણો છે. અને તે શ્રદ્ધા વગેરેના પરમાર્થ સંસ્તવ વગેરે ભેદે છે. તે ભેદથી વિશુદ્ધ સમ્યક્ત્વ પારમાર્થિક છે. સમ્યક્ શબ્દ પ્રશંસા કે અવિરેાધના અર્થમાં છે. સમ્યફ એટલે જીવ, તેને જે ભાવ તે
૧૭