________________
૧૪૩. લકસ્વરૂપ
૧૨૧ બધી તરફથી સમરસ સાત (૭) ઘનરાજલોકની રજજુ સંખ્યા સર્વલોકમાં આ પ્રમાણે થાય છે અને તે ત્રણસે તેંતાલીસ (૩૪૩) રાજલોક થાય છે.
સંપૂર્ણ ચૌદરાજરૂપ લકને ઘન કરવાથી ત્રણસો તેંતાલીસ (૩૪૩) ઘનરાજલેક થાય છે. હવે ઘન કરતા લોકો આકાર નીચે કહ્યા પ્રમાણે થાય છે.
ચારે તરફથી લેકને આકાર ભેગો કરવાથી સમરસ થાય છે. આ ત્રણ તેંતાલીસ (૩૪૩) ઘનરજજુ સંખ્યા. “સરખી સંખ્યાને ત્રણવાર ગુણવાથી ઘન થાય છે.” એ ન્યાયે સાતની સંખ્યાને ત્રણ વખત ગુણવાથી ૨૪૩ રાજલેક થાય છે. તે આ પ્રમાણે એકત્રિત કરેલ લેકની લંબાઈ-પહોળાઈ અને જાડાઈ દરેક સાતરાજ પ્રમાણ છે. માટે સાતને સાતે ગુણવાથી ઓગણપચાસ (૪૯) થાય છે. તે જ ઓગણપચાસને ફરી સાત (૭) વડે ગુણવાથી ત્રણસો તેંતાલીસ (૩૪૩) થાય છે.
આ રાજલેકની સંખ્યા વ્યવહારનયને આશ્રયિને છે. નિશ્ચયથી તે (૨૩૯) બસે ઓગણચાલીસ ઘનરજજુ થાય છે. તે આ પ્રમાણે.
તિરિચૈ રો રોપું (ગાથા ૯૦૭-૯૦૮) વગેરે ગાથામાં કહેલ છપ્પન (૫૬) પંક્તિઓમાં જણાવેલા ચાર વગેરે પ્રતરખંડે છે. તેમને દરેક પંક્તિના પ્રતને અલગ અલગ વર્ગ કરવો (વર્ગ એટલે સરખી સંખ્યાને પરસ્પર ગુણાકાર) એટલે ચાર વગેરે સંખ્યાને ચાર વગેરે વડે ગુણવા એટલે સેળ વગેરે જવાબ આવે. તે બધાય ને મેળવતા (૧૫,૨૬) પંદર હજાર બસો છ— ખંડ થાય છે. આ સંખ્યાને ઘનરજજુ લાવવા માટે ચેસઠથી ભાગ આપતા ઘનરજજુની સંખ્યા ૨૩૯ (બસો ઓગણચાલીસ) થાય છે. કહ્યું છે કે
છપ્પન (૫૬) પ્રતને પ્રત્યક્ષ દષ્ટ ખંડેનો અલગ અલગ વગ કરવો, હવે ત્રણે જગતને ગણિત પદ એટલે વર્ગ આ પ્રમાણે થાય છે. અલકમાં અગ્યાર હજાર બસે બત્રીસ (૧૧,૨૩૨) ખંડો. તે એક સરખી લંબાઈ-પહોળાઈ વડે સમરસ રજજુ પ્રમાણુના છે. તથા ઉર્વલકના ચાર હજાર ચોસઠ (૪૦૬૪) ખંડો છે. એટલે બંને લેકના મેળવતા કુલ્લે ખંડ ૧૫,૨૬ (પંદર હજાર બસો છનનુ) થાય છે. હવે ચેસઠથી ભાગતા બસો ઓગણચાલીસ (૨૩૯) ઘનરજજુ થાય છે. (૯૧૫)
હવે ઉદર્વ લેકમાં જે જે ખંડોમાં જે જે દેવલોક છે તે કહે છે. छसु खंडगेसु य दुगं चउसु दुगं दससु हुंति चत्तारि । चउसु चउकं गेवेजणुत्तराई चउकंमि ॥९१६॥
છ ખંડમાં બે દેવક, ચારમાં બે, દશમાં ચાર, ચાર ખંડમાં ચાર અને ચાર ખંડમાં ચૈવેયક અને અનુત્તર દેવલોક છે.
૧૬