________________
.
૧૩૮, દશ અખેરા
૯૧ વચનથી મનને જેમ તેમ સ્વસ્થ કરી લીલા ઉદ્યાનમાં ગયે. ત્યાં શૂન્યમનસ્કવાળે હવાથી સુંદર ઉદ્યાન હોવા છતાં કે ઈપણ જગ્યાએ આનંદિત ન થયે. આથી તે ઉદ્વિગ્ન ચિત્તવાળા રાજાને સુમતિ મંત્રીએ પૂછ્યું, હે દેવ ! આજે તમે શૂન્યમનસ્ક જેવા કેમ જણાએ છે? જે મનનો વિચાર છૂપાવવા જે ન હોય, તે કહે. રાજાએ કહ્યું “તું મારા મનોવિકારને દૂર કરવા સમર્થ છે, તેથી તારાથી છૂપું કશું જ નથી.” એમ કહી પોતાની હકીકત કહી. મંત્રીએ કહ્યું “હે દેવ ! તમારુ મને ભિલષિત હું જલદી પૂર્ણ કરીશ માટે સ્વસ્થ થઈને આપણું મહેલે ચાલે. મંત્રીએ આ પ્રમાણે કહેવાથી પિતાના મહેલે ગયા.
તે પછી મંત્રીએ વિવિધ ઉપામાં પંડિતા એવી આયિકા નામની પરિત્રાજિકાને વનમાલા પાસે મોકલી. તેણે પણ ત્યાં જઈ વિરહ વ્યાકુળ વનમાલાને કહ્યું, “હે વત્સ! આજે કેમ તું ઉદાસ દેખાય છે? તારું જે દુઃખ હોય તે જણાવ.” તે વનમાલાએ પણ નિઃશ્વાસ મૂકી પોતાની દુપ્રાપ્ય ઈચ્છારૂપ જે વાત હતી તે કહી.
આયિકાએ પણ કહ્યું કે, “મારા મંત્ર-તંત્રોથી કઈ પણ વસ્તુ અસાધ્ય નથી. તેથી સવારે જ રાજા સાથે તારો મેળાપ કરાવી દઈશ.” એમ આશ્વાસન આપી મંત્રી પાસે જઈને રાજાનું કામ લગભગ પૂરું થઈ ગયું એમ જણાવ્યું, મંત્રીએ પણ રાજાને આ વાત જણાવી ખુશ કર્યા.
બીજે દિવસે સવારે પરિત્રાજિકા વનમાલાને લઈ રાજમહેલે ગઈ રાજાએ પણ પ્રેમવશ તેને અંતઃપુરમાં રાખી તેની સાથે ઘણું સંસાર સુખ ભેગવવા લાગ્યો.
આ તરફ વીરક વણકર પણ વનમાળાને ન જોવાના કારણે “હે પ્રિય વનમાલા ! તું કયાં ગઈ એમ અનેક પ્રકારે બોલતે ગાંડાની જેમ ત્રણ રસ્તા, ચાર રસ્તારૂપ ચેક વગેરેમાં ભમતે-ભમતો રાજાના મહેલ નજીક આવ્યા. તે વખતે રાજાએ પણ વનમાલા સાથે, શૂન્યમનસ્ક અને વિકૃતાકારવાળા તેમજ હે વનમાલા ! એ પ્રમાણે બોલતે તેને જોઈ વિચાર્યું કે, “અરે આપણે ઉભયલક વિરુદ્ધ અતિનિષ્ફર કાર્ય કર્યું છે.
આપણને તે નરકમાં પણ રહેવાનું સ્થાન જરાય નથી. આ પ્રમાણે પોતાની આત્મનિંદા કરતા હતા તે વખતે તે બંને પર અચાનક આકાશમાંથી વીજળી પડી અને મૃત્યુ પામ્યા. મરી બંને પરસ્પર સ્નેહના કારણે શુભ ધ્યાનથી હરિવર્ષ નામના ત્રીજા ક્ષેત્રમાં હરિ અને હરિણી નામે યુગલરૂપે ઉત્પન્ન થયા. ત્યાં આગળ કલ્પવૃક્ષ દ્વારા ઈચ્છાને પૂર્ણ કરતા પરસ્પર સ્નેહના કારણે સતત સાથે રહીને દીર્ધકાળ સુધી વિલાસ કરતા હતા.
વીરક વણકર પણ તે બંનેનું મૃત્યુ જાણવાથી ડાહ્યો થઈને દુષ્કર એ કંઈક અજ્ઞાન તપ કરીને મરીને સધર્મ દેવલેકમાં કિલિબષિક દેવરૂપે ઉત્પન્ન થયે.