________________
૧૩૮. દશ અચ્છેરા
જોઈ છે? ત્યારે તેમણે કહ્યું કે, ધાતકીખંડમાં અપરકંકાનગરીમાં પદ્મનાભ રાજાના મહેલમાં દ્રૌપદી જેવી કેઈ સ્ત્રીને મેં જોઈ છે. એમ કહીને બીજે ઠેકાણે નારદ ગયા.
કૃષ્ણ પાંડવોને કહ્યું કે, પદ્મનાભ રાજાવડે દ્રૌપદીનું અપહરણ કરાયું છે. હું તેને (દ્વીપદીને) અહીં લઈ આવીશ તમે જરા પણ ચિંતા ન કરશે ? એમ આશ્વાસન આપી મોટી સેના લઈ પાંડે સાથે દક્ષિણ સમુદ્રના કાઠે આવ્યા. પાંડેએ પણ અત્યંત ભીષણ અપાર એવા દરિયાને જોઈ કૃષ્ણને કહ્યું “હે સ્વામિન્ ! આ સમુદ્ર મનથી પણ અલંક્ય છે. તે આપણે શી રીતે પાર કરીશું ? કૃષ્ણ કહ્યું કે “ તમારે કઈ પણ જાતની ચિંતા ન કરવી” એમ કહી અમે તપ વડે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના દેવને આરાધ્યા (પ્રગટ કર્યા.) પ્રગટ થયેલ દેવે પૂછયું કે “શું કામ છે? કૃષ્ણ કહ્યું કે હે સુરશ્રેષ્ઠ ! પદ્મનાભ રાજાએ અપહરણ કરેલ દ્રૌપદીને ધાતકીખંડ દ્વીપથી અહીં જલદી લાવી શકાય તેમ કરે” દેવે કહ્યું “પદ્મનાભ રાજાને પૂર્વના મિત્રદેવે અપહરણ કરીને દ્રૌપદી આપી છે. તેમ તમને પણ હું આપું. અથવા તે રાજાને વાહનો અને લશ્કર સાથે દરિયામાં નાંખીને તેને લઈ આવું વગેરે ઘણું ઘણું કહ્યું.
કૃણે કહ્યું કે આ બધા રસ્તા યશકારી નથી. માટે મારે અને પાંડના એમ છ રથ દરિયામાંથી પેલે પાર કઈ પણ જાતના વિદન વગર જાય એમ રસ્તે કરી આપો, જેથી જાતે જ ત્યાં જઈને તેને યુદ્ધમાં જતી દ્રૌપદીને અમે લાવીશું.” સુસ્થિત પણ તે પ્રમાણે રસ્તે કરી આપતા કૃષ્ણ પાંચ પાંડ સાથે બે લાખ યોજન પ્રમાણનો દરિયે જમીનની માફક ઓળંગી અપરકંકાનગરીના બહાર બગીચામાં રહીને પ્રથમ દારુક નામના દૂતને મોકલી દ્રૌપદીની માંગણી કરી.
પદ્મનાભે પણ તે દૂતને કહ્યું કે, તે ત્યાં જ વાસુદેવ છે. અહીં વળી પાંચ પાંડવ યુક્ત છો પણ આ વાસુદેવ મારે માટે કંઈ જ નથી માટે ત્યાં જઈ તારા સ્વામીને યુદ્ધ માટે તૈયાર કર.” એમ અભિમાનપૂર્વક કહીને યુદ્ધ કરવા માટે સૈન્ય સાથે તૈયાર થઈ તેજ ઉદ્યાનમાં આવ્યા.
કૃષ્ણ પણ દારુકનું વચન સાંભળી બેવડા ગુસ્સાવાળા થયેલા તેને સૈન્ય સહિત આવતે જોઈ શંખ વગાડે. તેના અવાજથી ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. તે પછી ધનુષ્ય ટંકારના અવાજથી બીજું ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. પદ્મનાભ રાજા પણ બાકી રહેલા ત્રીજા ભાગના સૈન્ય સાથે રણમેદાનમાંથી નાસી જઈ પોતાની નગરીમાં પ્રવેશ કરી નગરના દરવાજા બંધ કરી દીધા.
કૃષ્ણ પણ ગુસ્સાપૂર્વક રથમાંથી ઊતરીને નરસિંહનું રૂપ કરી અત્યંત તર્જના કરતા પિતાના પગની લાતથી નગરના દરવાજાને પાડી નાખે. તેથી ભયભીત થયેલ પદ્મનાભ હે દેવી માફ કર ! માફ કર ! આ ફોધી કૃષ્ણથી મારી રક્ષા કર ! રક્ષા કર ! ૧૨