________________
૭ર
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ લઈ તે શિષ્ય જ્યારે બીજી વખતે બીજા કોઈને તે જ અપરાધ તેવા દ્રવ્યાદિકના અનુસારે થયે હોય. તે તેને તે પ્રમાણે પ્રાયશ્ચિત આપે. તે વખતે આ ધારણે નામે ચોથે વ્યવહાર કહેવાય અથવા ઉદ્ધાર કરેલ પદની ધારણુરૂપ પણ ધારણુવ્યવહાર છે. તે આ પ્રમાણે – વૈયાવચ્ચ વગેરે કરવા દ્વારા ગચ્છ પર ઉપકાર કરનાર કેઈક સાધુ કે જે હજુ સમસ્ત શ્રુતજ્ઞાનને યેગ્ય ન થયે હય, તે તેના પર ઉપકાર કરી ગુરુ મહારાજ કેટલાક પ્રાયશ્ચિત્તપદને શાસ્ત્રમાંથી ઉદ્ધરીને કહે. અને તે પદોને તે ધારી રાખે તે ધારણાવ્યવહાર કહેવાય. (૮૫૮)
હવે જીતવ્યવહાર કહે છે. दव्वाइ चिंतिऊणं संघयणाईण हाणिमासज्ज। पायच्छित्तं जीयं रूढं वा जं जहिं गच्छे ५ ॥ ८५९॥
સંઘયણ વગેરેની હાનિના કારણે દ્રવ્યાદિને વિચાર કરી જે પ્રાયશ્ચિત અપાય તે જીતવ્યવહાર અથવા જે ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત અપાતુ હોય અને તે રૂઢ થયેલ હોય તે પણ છત કહેવાય. ૫ જીતવ્યવહાર
પૂર્વના આચાર્યો જે અપરાધમાં ઘણું તપ દ્વારા શુદ્ધિ કરતા હતા, તે જ અપરાધમાં વર્તમાનકાળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારી સંઘયણ, ઘતિ, બલ વગેરે હાનિના કારણે ચોગ્ય ઉચિત એવા તપ આદિ પ્રકારે ગીતાર્થો જે શુદ્ધિ બતાવે તે સિદ્ધાંતની ભાષામાં જીત કહેવાય.
અથવા જે પ્રાયશ્ચિત્ત કેઈક આચાર્યના ગરછમાં કારણે સૂત્ર સિવાયનું બીજું પ્રવર્યું હોય અને ઘણાએ તેને અનુસર્યા હોય, તે ત્યાં રૂઢ થયેલ હોય તે તે જીત વ્યવહાર કહેવાય છે.
આ પાંચે વ્યવહારમાંથી કેઈપણ વ્યવહારવાળા ગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી છે. અનેક દોષને સંભવ હેવાથી અગીતાર્થ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી નથી. કહ્યું છે કે
અગીતાર્થ ચારિત્રવાળે પ્રાયશ્ચિત્ત શુદ્ધિને જાણતા ન હોવાથી ઓછું અધિકુ પ્રાયશ્ચિત્ત આપે. જેથી પિતાને અને આલોચના કરનારને સંસારમાં પાડે છે. (૮૫૯)
૧૨૭ પાંચ યથાજાત पंच अहाजायाई चोलगपट्टो १ तहेव रयहरणं २ । उनिय ३ खोमिय ४ निस्सेज्जजुयलयं तह य मुहपोत्ती ५ ॥८६०॥