________________
પ્રવચનસારોદ્ધાર ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના સર્વે અતિચારો સારી રીતે યાદ કરી શકે છે અને સાધુઓના પરસ્પર સંઘટ્ટા દોષને રેકી. વાંદણ વિગેરે યથાસ્થિત અખલિતપણે આળસ વગર કરી શકે. માટે સવારના પ્રતિક્રમણમાં ચારિત્ર શુદ્ધિ વિગેરે કાઉસ્સગ્ગો પહેલા અને અતિચાર ચિંતનને કાર્યોત્સર્ગ પછી. સિદ્ધાંતકારોએ કહ્યું છે કે
નિદ્રાવાન્ અતિચારને યાદ ન કરી શકે, પરસ્પર કાર્ય સંઘટ્ટ થાય અને કૃતિકર્મમાં દોષ લાગે તેથી, સવારના પ્રતિક્રમણમાં પહેલા ત્રણ કાર્યોત્સર્ગમાં કમનું વૈપરીત્ય છે.
આ પ્રમાણે રાઈ પ્રતિકમણ વિધિ થઈ. (૧૭૭–૧૮૦ ) પકિખ પ્રતિકમણની વિધિ –
मुहपोती वंदणय संबुद्धाखामणं तहालोए । वंदण पत्तये खामणाणि वंदणयसुत्तं च ॥१८१।। सुत्तं अब्भुट्ठाणं उस्सग्गो पुत्तिवंदणं तह य ।
पजंते खामणयं एस विही पक्खि पडिक्कमणे ॥१८२॥ મુહપત્તિ પડિલેહણ, વાંદણ આપી સંબુદ્દા ખામણું કરે, આલોચના' કરી (અતિચાર), વાંદણું, પ્રત્યેક ખામણું, વાંદણું, પફિખસત્ર, શ્રમણસૂત્ર, અત્થાન, કાર્યોત્સર્ગ, મુહપત્તિ પડિલેહણ, વાંદણું, સમાપ્તવાંદણું. આ વિધિ પફિખ પ્રતિક્રમણની છે.
ચૌદશના દિવસે દેવસિય પ્રતિક્રમણ “વંદામિ જિણે ચઉસ' (વંદિત્તા) સુધી કરી, “દેવસિયં આલય પડિઠઠત ઈરછાકારેણ સંદિસહ ભગવન.. પફિખ મુહપત્તિ પડિલેહું?” –એ આદેશ માંગે, ગુરુ “પડિલેહ” કહે, એટલે ખમાસમણું આપી, મુહપત્તિ પડિલેહી, વાંદણ આપે. પછી “સંબુદ્ધા ખામણેણું”થી પાંચ ગીતાર્થને ખામણું કરે, તે પછી આલોચના કરે. (અતિચાર બેલે). તેમાં ગુરુ એટલે ગીતાર્થ પફિખનું ચેથભક્ત (ઉપવાસ) પ્રાયશ્ચિત્ત આપે. ચોમાસામાં છઠ્ઠ અને સંવત્સરીમાં અમ આપે. પછી વાંદણા આપી, પ્રત્યેક સાધુઓને ખામણું કરી, ફરી વાંદણ આપી, ગુરુના આદેશથી એક સાધુ ઉભો થઈ ત્રણસો ગાથા પ્રમાણનું પક્રિખસૂત્ર બેલે. બાકીના ઉભા રહી વિકથા વિગેરેના ત્યાગપૂર્વક સાંભળે. જે બાળક, વૃદ્ધ એટલો વખત ઉભા ન રહી શકે તે ખમાસમણ આપી, ગુરુની રજા લઈ બેસે અને નિદ્રા વિગેરેને ત્યાગ કરી, શુભ ભાવની વૃદ્ધિપૂર્વક સાંભળે. .
પખિસૂત્ર પૂરું થાય એટલે પ્રતિક્રમણસૂત્ર બોલે. પછી ઉભા થઈ કરેમિ ભંતે વિગેરે સૂત્ર બેલી, બાર લેગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારીને મુહપત્તિ પડિલેહી, બે વાંદણ આપી, છેલે પાંચ ખામણું કરે. એ પ્રમાણે પખિ -પ્રતિકમણની વિધિ થઈ...