________________
૭૭
૩. પ્રતિક્રમણ દ્વારઃ
પહેલા અને છેલલા જિનને પ્રતિક્રમણ યુક્ત ધર્મ છે. અને મધ્યના બાવીસ તીર્થકરના કાળમાં કારણ વિશેષે પ્રતિક્રમણ હોય છે.
પ્રતિક્રમણની વિધિ આ પ્રમાણે છે – પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ માટે સાધુ અને શ્રાવક ગુરુની સાથે પ્રતિક્રમણ કરે, ગુરુ ન હોય તો એકલા પણ પ્રતિક્રમણ કરે. દેવસિ પ્રતિકમણની વિધિ
चिइवंदण उस्सग्गो पोत्तिय पडिलेह वंदणालोए । सुत्तं वंदण खामण वंदणय चरित्त उस्सग्गो ॥१७५॥ दसण नाणुस्सगो सुयदेवय खेत्त देवयाणं च ।
पुत्तियवंदण थुइतिय सक्कथय थोत्त देवसियं ॥१७६॥ ચિત્યવંદન, કાર્યોત્સર્ગ, મુહપત્તિનું પડિલેહણ, વાંદણું, આલોચના, પ્રતિક્રમણ-સૂત્ર, વાંદણ, ક્ષમાપના, વાંદણું, ચારિત્રને કાયોત્સર્ગ, દશન, જ્ઞાન, કૃતદેવતા, ક્ષેત્રદેવતાને કાયોત્સર્ગ, મુહપત્તિ પડિલેહણ, સ્તુતિત્રિક, શકસ્તવ સ્તોત્ર (સ્તવના) દૈવસિક કાઉસ્સગ્ય.
ત્રણ સ્થાવર જંતુ વગરની નિર્દોષ ભૂમિ પર પૂછ-પ્રમાજી ઈરિયાવહી કરી, પહેલાં ચૈત્યવંદન કરવું. પછી આચાર્ય (ભગવાન) વિગેરેને ખમાસમણું દઈ જમીન પર મસ્તક રાખી, સકલ દેવસિક અતિચારેનું મિચ્છામિ દુક્કડં આપવું. પછી કરેમિભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ વિગેરે સૂત્ર બેલી, દેવસિ અતિચારની ચિતવના માટે કાઉસ્સગ્ન કરવો.
કાઉસ્સગ્નમાં ઘણી પ્રવૃત્તિવાળા સાધુઓ એકવાર ગાથાના અતિચારે વિચારે તેટલા વખતમાં અલ્પ પ્રવૃત્તિવાળા ગુરુ બે વાર ચિતવે. ગુરુએ કાઉસ્સગ્ગ પાર્યા પછી બધા સાધુએ કાઉસગ્ગ પારે. પારીને લેગસ્સ બેલી, બેસીને મુહપત્તિ પડિલેહે. તે પછી વાંઢણું આપી. કાઉસ્સગ્નમાં વિચારેલ અતિચારોની આલોચના એટલે ગુરુને નિવેદન કરે. પછી સાધુ, સામાયિક વગેરે સૂત્ર બલવાપૂર્વક પ્રતિકમણુસૂત્ર અને શ્રાવક શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર “વંદામિ જિણે ચકવીસ” સુધી કહે. તે પછી વાંદણ દઈ, ગુરુ વિગેરે વડીલને ક્ષમાપના કરે. તેની વિધિ આ પ્રમાણે
ગુરુથી લઈ છના ક્રમાનુસાર સર્વ સાથે ક્ષમાપના કરે. પણ આચરણ આ પ્રમાણે છે. પાંચ વિગેરેનો ગણ હોય, તે ત્રણને ખમાવે અને પાંચથી ઓછા હોય, તે એક વડીલને જ ખમાવે. (એ પ્રમાણે રાઈ પ્રતિક્રમણ વિગેરેમાં પણ જાણવું) પછી વાંદણું આપે, આ વંદન આચાર્ય વિગેરેની નિશ્રામાં સ્થિર થવા માટે છે. તે પછી