________________
વંદનદ્વાર
૭૫
તરીકે આવે ત્યારે નાના સાધુઓ વંદન કરે. અને નાના સાધુ મહેમાન તરીકે આવે તે મોટાને વંદન કરે. એમાં આ પ્રમાણે વિધિ છે.
પ્રાથૂર્ણ બે પ્રકારે છે. સાંગિક અને અસાંગિક. સાંગિક હોય તો આચાર્યને પૂછી વંદન કરે. અસાંગિક હોય તે આચાર્યને વંદન કરી રજા આપે તે પછી વાંદે અથવા વંદા.
૬. અપરાધ હોય ત્યારે કે વિહાર કરતી વખતે વંદન કરીને ગુરુને આલોચના આપે ત્યારે વંદન હોય.
૭. ઘણું આગારેવાળું એકાસણુ વિગેરે પચ્ચકખાણ કર્યું હોય અને ભજન કર્યા પછી આગાના સંક્ષેપ સ્વરૂપ સંવરણ અથવા નવકારશી વિગેરે કરી હોય અને પછી અજીર્ણ વિગેરેના કારણે ઉપવાસ લે, એટલે સંવરણ પચ્ચખાણ કરે ત્યારે વંદન હેય.
૮. ઉતમાર્થ એટલે અનશન-સંલેખન કરતી વખતે જે વંદન હોય તે. આ પ્રમાણે નિયત-અનિયત સ્થાન વડે સામાન્યથી વંદનના ભેદ બતાવ્યા. (૧૭૪)