________________
વંદનદ્વાર હોય. જેમ પેટ, પીઠ ફુલની પીડાથી પીડાયેલ નમવા માટે અશક્ત હેય તે તે કારણે સ્તબ્ધ હોય તો પણ શુદ્ધ છે, નિષ્કારણ સ્તબ્ધ (અક્કડ) અશુદ્ધ છે. એથી જ કહ્યું કે દ્રવ્યથી ભજના છે દુષ્ટ નથી, પણ ભાવથી સ્તબ્ધ તો દુષ્ટ જ છે. તે સ્તબ્ધ ષ. (૧૫૫)
पविद्धमणुवयारं जं अप्पिंतो णिजंतिओ होइ ।
जत्थ व तत्थ व उज्झइ कियकिच्चो वक्खरं चेव ॥ १५६ ॥ પવિદ્ધ એટલે ઉપચાર વગરનું એટલે કે જે વંદન કરતા પોતે અનિયંત્રિત હોય અનિયંત્રિત હેવાથી પિતાનું કાર્ય પુરૂ થયું છે-એમ માની જ્યાં ત્યાં વંદન પુરૂ કર્યા વગર છોડીને ભાગી જાય તે પવિદ્ધ દોષ.
૩. પવિદ્ધ એટલે ઉપચાર વગર. જેમાં ગુરુને વંદન કરતા અનિયંત્રિત એટલે કે અવ્યવસ્થિત હોય, તેથી પ્રથમ પ્રવેશ વિગેરે કેઈપણ સ્થાને, વંદન પૂરુ કર્યા વગર, -વંદન છોડીને ભાગી જાય.
જેમ કેઈએ કેઈ નગરમાંથી ભાડેથી માલ ઉપાડનાર મજૂર કર્યો હોય અને બીજા નગરમાં લઈ જવા માલ ઉપડાવ્યા અને નગર આવ્યું એટલે માલિકે કહ્યું કે તું અહિં ઉભો રહે, હું માલ ઉતરાવવા માટેની જગ્યા જોઈ આવું ત્યારે તે મજૂર કહેવા લાગ્યું કે મારે તે આ નગર સુધી જ સામાન લાવવાને છે–એમ નકકી થયું છે, એટલે મારું કામ પુરુ થયું, હું રાહ નહીં જેઉં એમ કહી વચ્ચે જ સામાન મૂકી જ રહે તેમ સાધુ અસ્થાનમાં જ વંદન છોડીને જતો રહે. (૧૫૬)
संपिडिए व वंदइ परिपिडिय वयणकरणओ वावि ।
टोलोव्व उप्फिडंतो ओस्सकहिसक्कणे कुणइ ॥ १५७ ॥ આચાર્ય વિગેરે અનેકને એક જ વંદનમાં વંદન કરી લે અથવા તે વચન અને હાથ વિગેરે અવયવને એકઠા કરીને બોલે તે સપિડિતદેષ. ટેલ એટલે તીડની જેમ આગળ પાછળ થતો વંદન કરે તે લગતિદોષ.
૪. એક જગ્યાએ ભેગા થયેલ આચાર્ય વિગેરેને એક જ વંદનથી વાંદી લે, પણ જુદા જુદા ન વાંદે તે પરિપિડિત વંદન કહેવાય અથવા સૂત્રોચ્ચારરૂપ વચનો અટક્યા વગર બેલવા અને હાથ પગ વિગેરે એટલે સાથળ પર બંને હાથ રાખવાપૂર્વક અવચ એકઠા કરીને વંદન કરે તે પરિપિડિત દોષ. ૫. તીડની જેમ ઉડતો આગળ પાછળ જ વંદન કરે તે લગતિ દે. (૧૫)
उवगरणे हत्थंमि व घेत्त निवेसेइ अंकुसं बिति । ठिउविट्ठरिंगणं जं तं कच्चवरिंगियं जाणं ॥१५८ ॥