________________
६०
પ્રવચનસારદ્વાર એક વખત એક રાણીએ પોતાની પુત્રીને શીખવાડયું કે, તારા પિતા પૂછે તે કહેવું, હું દાસી થઈશ.” પછી શણગારથી શણગારી માતા પિતા પાસે મેકલી. કૃષ્ણ પૂછયું ત્યારે એની માએ શીખવાડેલ જવાબ આવ્યું. આ જવાબ સાંભળી કૃષ્ણ વિચાર્યું કે, “મારી બીજી દિકરીઓની જેમ આ પણ સંસારમાં ન રખડે તો સારું. માટે આને કોઈપણ રીતે શિખામણ આપું.” આમ વિચારી ખાનગીમાં વીરકને પૂછે છે કે “તેં પહેલા કોઈ અદ્દભૂત પરાક્રમ કર્યું છે?” પોતાના સ્વામિના આનંદ માટે એમની આગળ ઉત્સાહપૂર્વક કહેવા લાગ્યા કે “એક વખત શરીર–ચિતા કરતી વખતે મેં
રડીના ઝાડ પર રહેલા કાચંડાને પથ્થર મારી જમીન પર પાડ્યા હતા. ગાડાના પિડાથી ખેદાયેલ ગાડામાર્ગમાં વહેતા પાણીને ડાબા પગથી અટકાવી પાછું વાળ્યું હતું. લોટામાં પેસેલી ગણગણતી માખીઓને હાથ વડે રોકી રાખી હતી.”
કૃષ્ણ હજાર રાજાઓની સભા વચ્ચે કહ્યું કે, આ વીરના પરાક્રમો સાંભળો જેણે બદરી વનમાં રહેલા લાલ ફણવાળા નાગને ક્ષિતિશાસ્ત્ર વડે જમીન પર પાડી નાંખ્યો હતે. ચક્ર વડે ખોદાયેલ ગંદા પાણીવાળી ગંગાને જેણે ડાબા પગ વડે રોકી રાખી હતી. કલશીપુરમાં અવાજ કરતી સેનાને જેણે ડાબા હાથ વડે રોકી રાખી હતી. બોલે, આ વીરક કેવો પરાક્રમી છે ! આવા પરાક્રમે વડે સાચેસાચ આ વીરક ક્ષત્રિય છે. માટે આ શાળવીને મારી દિકરી આપીશ અને વીરકને કહ્યું કે, મારી પુત્રી હું તને આપું છું પણ તે પોતાને અયોગ્ય માનતે હોવાથી ના પાડવા લાગ્યું. ત્યારે કૃષ્ણ ભ્રકુટીના ઈશારાથી અટકાવીને વિશ્વ સાથે પિતાની દિકરી પરણાવી. લગ્ન કરીને ઘરે લઈ જઈ વીરકે તેને પલંગમાં બેસાડી સ્વામિની પુત્રી છે એમ માની એની સેવા કરવા લાગે.
રાજા એ એક વખત વરકને પૂછયું કે, મારી છોકરી તારી આજ્ઞા માને છે ને? તેણે કહ્યું કે, હું તે સ્વામિનીને દાસ છું. ત્યારે કૃષ્ણ તે વરકને કહ્યું કે, તેની પાસેથી ઘરનું બધું કામ તું નહીં કરાવીશ, તે તને શિક્ષા કરીશ. કૃષ્ણની ઈચ્છા જાણી ઘરે જઈ વિરમે તે રાજકુમારીને કઠોર વચન કહેવાપૂર્વક કહ્યું કે, ચાલ, ઉભી થા, પાણી ભર. ત્યારે તે ગુસ્સે થઈ કહેવા લાગી કે તું કેળી છે તે તને ખબર નથી ? આમ બોલી એટલે વીરકે તેને દેરડી–ચાબુક વડે મારી. ત્યારે તે રડતી રડતી કૃષ્ણ પાસે જઈ પગે પડી કહેવા લાગી, હે પિતાજી... પેલા દુર્જન કળીએ મને મારી. કૃણે કહ્યું કે, હે દિકરી..! તને જ્યારે સ્વામિની થવા કહ્યું ત્યારે તે દાસત્વની માંગણી કરી હતી. ત્યારે તેણે વિનંતી કરી, હે પિતાજી...! હું તેના ઘરે નહીં રહી શકું, હવે તે તમારી કૃપાથી સ્વામિની થઈશ. ત્યારે વીરકની રજા લઈ નેમનાથ ભગવાન પાસે મહોત્સવપૂર્વક તેને દીક્ષા અપાવી.
એક વખત શ્રી નેમિનાથ ભગવંત પરિવાર સાથે વિહાર કરતા રૈવતગિરિ પર