________________
૫૮
પ્રવચનસારોદ્ધાર લઈ સ્થવિર ભગવંત પાસે જેનદીક્ષાને ગ્રહણ કરી. અનુક્રમે તેઓ પણ ગીતાર્થ થઈ પિતાના મામાને વંદન કરવા માટે વિહાર કરતા સાંજના સમયે અવંતિનગરની બહાર આવી રાત રોકાયા. ગામમાં જતા કેઈક શ્રાવક દ્વારા પોતે ગામ બહાર રોકાયા છે, તે હકીકત શ્રી શીતલાચાર્યને જણાવી. મામા મહારાજના વંદનના શુભ અધ્યવસાયના કારણે તે ચારે મહાત્માઓને રાત્રીમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કૃતકૃત્ય થયેલ હોવાથી સવારે ત્યાં જ રોકાયા પણ તેઓ વંદન કરવા ન ગયા, અને શ્રી શીતલાચાર્ય રાહ જોતા રહ્યા.
એક પ્રહર સુધી રાહ જોઈને શ્રી શીતલાચાર્ય તેઓ ન આવવાથી તેઓની પાસે ગયા, તે મુનિઓને આદર-સત્કાર કરતા ન જોઈ, દાંડે થાપી, ઈરિયાવહિ પડિક્કમીને વિચારીને આ પ્રમાણે બોલ્યા કે, “શા માટે હું તમને વંદન કરું ?” તેમણે પણ કહ્યું કે, “તમને જે ઠીક લાગે તે કરો. ત્યારે આચાર્ય મહારાજ “આ લોકે કેવા દુષ્ટ નિર્લજજ છે” એમ વિચારી ગુસ્સે થઈ તે ચારે શિષ્યોને વંદન કર્યા. ધકષાયવંત તે આચાર્ય મહારાજને તે ચારે સાધુઓએ કહ્યું કે, “તમે પહેલા દ્રવ્યથી વંદન કર્યું, હવે તમે ભાવથી વંદન કરે.” આચાર્ય મહારાજ બેલ્યા, “શું તમે આ પણ જાણો છો ?તેમણે પણ કહ્યું, “અમે બધું જાણીએ છીએ.” આચાર્ય મહારાજે પૂછયું
શી રીતે?” તેમણે કહ્યું કે, “જ્ઞાનથી” આચાર્ય મહારાજે પૂછ્યું, “કેવા પ્રકારના જ્ઞાનથી?” તેમણે કહ્યું કે, “અપ્રતિપાતી જ્ઞાનથી.
આ પ્રમાણે જાણી અરે..! પાપી એવા મેં આ કેવલીઓની આશાતના કરી...! આ પ્રમાણે પોતાના આત્માની નિંદા કરતા, અધ્યવસાય બદલી ચારે કેવલીઓને કમથી વંદન કરતા અપૂર્વકરણ વિગેરે કારણોથી આચાર્ય મહારાજને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કષાયયુક્ત ચિત્તથી પહેલા દ્રવ્યવંદન કર્યું અને પછી ઉપશાંત હૃદયપૂર્વક વંદન કર્યું તે ભાવ-વંદન થયું. ચિતિકમમાં ક્ષુલ્લક આચાર્યનું ઉદાહરણ:
એક વિશાળ ગચ્છના અધિપતિ સુંદરસૂરિ મહારાજે વૃદ્ધ અવસ્થામાં પોતાને અંતકાળ જાણી શુભ લક્ષણવંત અને સંઘ સમ્મત, કોઈકે ફુલ્લક મુનિને પિતાના પદે (આચાર્યપદે) સ્થાપન કર્યા. સર્વ મુનિઓ હંમેશા તેમની આજ્ઞાનું પોલન કરે છે. તે ક્ષુલ્લકાચાર્ય ગીતાર્થ સ્થવિરો પાસે જુદા જુદા ગ્રંથને ભણે છે.
એક વખત મેહથી મુંઝાયેલ તે આચાર્ય વ્રત છોડવાની ઈચ્છાથી સમસ્ત મુનિઓ ભિક્ષાથે ગયા હતા ત્યારે સ્થાડિલભૂમિએ જવાના બહાને એક સાધુને લઈ ઝડપથી બહાર નીકળી ગયા. વૃક્ષોથી ઘેરાયેલ જગ્યાએ સાધુથી છૂટા પડી, આગળ ફળફૂલથી ભરપૂર વૃક્ષવાળા એક વનખંડમાં આરામ કરવા બેઠા. ત્યાં જેને પીઠ બાંધેલ છે એવા નીરસ